Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અગાઉ કદી જોવા નથી મળી તેવી ટેકનિક હશેઃ 'આદિપુરૂષ' માટે અધધધ ૪૦૦ કરોડનું બજેટ

ઓમ રાઉત અને ભુષણ કુમારની ફિલ્મમાં પ્રભાસ, સૈફઅલી ખાન, અજય દેવગણની ભુમિકાઓઃ ફિલ્મ સાથે સંકળાયેલા બાહુબલિ' ફેઇમ રાજામોૈલીએ કહ્યું-ભગવાનશ્રી રામ અંગેની ફિલ્મ માટેનો આ યોગ્ય સમય

મુંબઇ તા. ૧૬: ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખુબ જ ખર્ચાળ અને મોંઘામાં મોંઘી  ફિલ્મમાં આદિપુરૂષને સ્થાન અપાવવા માટે નિર્માતાઓ કમર કસી રહ્યા છે અને આ માટેની  તેયારી થઇ રહી  છે. કોરોના મહામારી પછી અનેક ફિલ્મ નિર્માતાઓ બજેટમાં કાપ મુકવા વિચારણા કરી રહ્યા છે. એ દરમિયાન રામાયણને આધુનિક સ્વરૂપે રજૂ કરતી આ ફિલ્મ આદિપુરૂષનું બજેટ અધધધ ૪૦૦ કરોડ આસપાસનું ગણાવાઇ રહ્યું છે.  અજય દેવગણને લઇને 'તાન્હાજી-ધ અનસંગ વોરિયર' જેવી સુપરહિટ ફિલ્મ આપી ચુકેલા ઓમ રાઉત આ માઈથોલોજિકલ સ્ટોરીમાં અગાઉ કયારેય જોવા મળી નથી તેવી ટેકનિકસ લાવશે.

પાછલા મહિને ઓમ રાઉત અને ભૂષણ કુમારે આદિપુરુષની એનાઉન્સમેન્ટ કરી હતી. પ્રભાસ અને સેફ અલીખાન સાથેની આ ફિલ્મને બાહુબલિ જેવી ભવ્ય બનાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. કોવિડ પછીના સમયમાં આ ફિલ્મ સૌથી મોટી ઈન્ડિયન ફિલ્મ બનશે. ઓમ રાઉતે જણાવ્યું હતું કે,  અગાઉ મેં આ અંગે રીસર્ચ કરી હતી. જો કે લોકડાઉનનો સમય મારા માટે બ્લેસિંગ ઈન ડિસ્ગાઈઝ બની રહ્યો. રાઈટર તરીકે આખા પ્રોજેકટનેપ્લાન કર્યો. મારા માઈન્ડમાં આ સ્ક્રિપ્ટ હતી જ અને આદિપુરુષ શકય બની. વર્ષ પહેલા એક ડ્રાફ્ટ લખ્યો હતો, પરતુ આઈડિયા રીવિઝિટ કર્યો ત્યારે ઘણાં ચેન્જીસ કરવા પડ્યા હતા. તાનાજીઃ ધ અનસંગ વોરિયરની સુપર સકસેસ પછી લોકો આદીપુરુષ પાસે ઘણી અપેક્ષા રાખી રહ્યા છે અને તેને ભવ્ય બનાવવાનું અમારૃં પ્રોમિસ છે. અગાઉ કયારેય ઉપયોગ નથી થયો તેવી ટેકનિક આ ફિલ્મમાં હશે. વિઝયુઅલી ગ્રાન્ડ અને સ્ટનિંગ બનાવવાની ઈચ્છા છે. સમગ્ર ઈન્ડિયામાં હાલ પ્રભાત સૌથી મોટો સ્ટાર છે. તેને આ ફિલ્મ વિશે વત કરી ત્યારે તે ખૂબ ખુશ થયો અને તેનાથી વધુ સારો હીરો હોઈજન શકે.

બાહુબલિની બ્લોકબસ્ટર સીરિઝ બાદ પ્રભાસની ફિલ્મ્સ ખૂબ પોપ્યુલર થઈ છે. બાહુબલિ બાદ રીલિઝ થનારી સૌથી મોટી ફિલ્મ આદિપુરુષ જ હશે. ફિલ્મના ડિરેકટર ઓમ અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર ડીપ્રેશનના આ માહોલમાં પણ મોટું બજેટ વિચારી રહ્યા છે. કોવિડ-૧૯ પછીની ન્યૂ નોર્મલ લાઈફમાં આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મ હશે. ઈન્ડિયન ફિલ્મોમાં વીએફએકસ અને ટેકનિકનો નવો યુગ પણ આ સાથે શરૂ થશે. બાહુબલિ બનાવનારા એસએસ રાજામૌલિ પણ આદિપુરુષ સાથે ઈન્વોલ્વ છે. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ટોરી તેમને ખબર છે. થોડા સમય પહેલાં જ રામજન્મભૂમિ ખાતે મંદિરનો શિલાન્યાસ થયો હતો અને તેથી આદિપુરૂષ માટે આ સમય પરફેકટ છે. ભગવાન રામના રોલ માટે પ્રભાસ સૌથી વધુ યોગ્ય છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક લાંબા સમય પહેલા જોયો હતો અને ભગવાન રામના રોલમાં પ્રભાસ ફિટ બેસે છે. આ ફિલ્મમાં રાવણનો રોલ સૈફ અલીખાન કરી રહ્યો છે, જયારે ભગવાન શિવના રોલ માટે અજય દેવગણ ફાઈનલ હોવાની ચર્ચા છે. આમ ફિલ્મની સ્ટારકાસ્ટ અને બજેટને જોતાં બોકસ ઓફિસને ફરી ધમધમતી કરવાની અપેક્ષા આ ફિલ્મ પાસે રાખી શકાય.

(12:48 pm IST)