Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

‘ચેન્નઈ એકસપ્રેસ’ ફિલ્મ બાદ હવે શાહરૂખખાન અને દિપીકા પાદુકોણ ‘વહાણ’ ફિલ્મમાં સાથે જાવા મળશે

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણએ સોમવારે કથિત રીતે શાહરૂખ ખાનની સાથે પોતાની નવી ફિલ્મ 'પઠાણ' (Pathan)નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર સંકેત આપ્યા છે કે તેમણે નવી શરૂઆત કરી દીધી છે

તેમણે ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું 'શુભ આરંભ'. અભિનેત્રીની પોસ્ટ જોઇ તેના પ્રશંસકોએ પોતાના રિએક્શન આપ્યા. એક યૂઝરે લખ્યું, 'શાહરૂખ અને દીપિકાને પડદા પર એકસાથે જોવાની રાહ જોઇ રહ્યા છીએ. એક અન્યએ લખ્યું 'ઓલ બેસ્ટ ફોર ન્યૂ ફિલ્મ.'

તમને જણાવી દઇએ કે 8 મહિના બાદ દીપિકા ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઇ રહી છે. લોકડાઉન પહેલાં શૂટિંગ પર પ્રતિબંધ લાગેલો હતો અને ત્યારથી અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહ્યા. એટલું નહી, બોલીવુડમાં ડ્રગ્સ કેસમાં એનસીબીએ દીપિકા પદુકોણે તલબ કર્યું હતું અને લગભગ ત્રણથી ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી

દીપિકા પાદુકોણ થોડા સમય પહેલાં સુધી સકુન બત્રાની અપકમિંગ ફિલ્મને પુરી કરવામાં લાગી હતી. ફિલ્મ 'પઠાણ'માં જ્યાં શાહરૂખ ખાન એક્શન અવતારમાં જોવા મળશે. તો બીજી તરફ જોન અબ્રાહમ ખલનાયકનું પાત્ર ભજવશે. યશરાજ ફિલ્મ 'પઠાણ'ને મોટા સ્તર પર શૂટ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે, જેના લીધે આદિત્ય ચોપડાએ આટલા મોટા બે અભિનેતાઓને સાઇન કર્યા છે

દીપિકા પાદુકોણએ પોતાના કેરિયરની શરૂઆત પણ શાહરૂખ ખાન સાથે કરી હતી. ચેન્નઇ એક્સપ્રેસમાં બંને સાથે જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર ફરી એકવાર બંને સાથે કામ કરશે.

(5:40 pm IST)
  • નામ છુપાવીને લગ્ન કરનારને 10 વર્ષની જેલસજા થશે :' લવ જેહાદ ' મામલે ઉત્તર પ્રદેશ કેબિનેટમાં કડક કાયદો પસાર : વિધર્મી સાથે લગ્ન કરતા પહેલા ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે : બે મહિના પહેલા નોટિસ આપવી ફરજીયાત : મંજૂરી વિના ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા બદલ 6 માસથી 3 વર્ષ સુધીની જેલસજા થઇ શકશે : ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ થશે : છેલ્લા થોડા દિવસોમાં ફરજીયાત ધર્માન્તર ,લવ જેહાદ ,સહિતના 100 જેટલા કિસ્સા બનતા યોગી સરકાર આકરા પાણીએ access_time 7:59 pm IST

  • પાક.નો બેટસમેન ફખર ઝમાન ન્યુઝીલેન્ડની ટૂરમાંથી આઉટ : લાહોર : પાકિસ્તાનના બેટસમેન ફખર ઝમાનને તાવ આવતા તે ન્યુઝીલેન્ડના પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૧૮ ડીસેમ્બરથી ત્રણ ટી-ર૦ અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાનાર છે. access_time 2:35 pm IST

  • કેન્દ્રીય કર્મચારીઓને આવતા વર્ષના જુલાઈથી મો. ભથ્થામાં વધારો મળશેઃ જુલાઈમાં તે ૪ ટકા વધશેઃ હાલ તે ફ્રીઝ થયેલ છેઃ ૧૭ ટકા હતુ જે વધીને ૨૧ ટકા થશે access_time 3:48 pm IST