Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સુરતની નવી સિવિલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓને કરાવી સ્પાઈરોમેટ્રી કસરત

દર્દીઓના ફેફસાંને મજબૂત કરવા 'સ્પાઈરોમેટ્રીની કસરત' અપનાવી

સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાંને મજબૂત કરવા 'સ્પાઈરોમેટ્રીની કસરત' અપનાવી છે. સ્પાઈરોમીટર નામના મશીન દ્વારા કસરત કરાવવાના કારણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે અને ફેફસાંને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે છે. તબીબી વિશ્વમાં બ્રિધીંગ એક્સરસાઈઝ તરીકે પ્રચલિત આ પ્રકારની કસરતને નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓના ફેફસાં મજબૂત કરવા માટે અપનાવવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડૉ. અજય પરમારે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ ફેફસાંને અસર કરે છે, અને શ્વસનમાં મુશ્કેલી ઊભી કરે છે. પરિણામે વાયુકોષોની વાયુની આપ-લે કરવાની ક્ષમતા રહેતી નથી. જેને તબીબી ભાષામાં 'પલ્મોનરી ફાઈબ્રોસિસ' થયું તેમ કહે છે. ફેફસાનાં જેટલા ભાગનાં વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે તેટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાનું મુખ્ય કાર્ય શ્વસનનું છે. જેના દ્વારા ઓક્સિજન મેળવી લોહી દ્વારા સંપૂર્ણ શરીરનાં કોષોને પહોંચાડે છે. કોરોનાથી ફેફસા નબળા થયાં હોય અને ફ્રાઈબ્રોસિસની અસર થઈ હોય તેવા દર્દી માટે 'સ્પાઈરોમેટ્રીની કસરત' સંજીવની સમાન સાબિત થાય છે. જે દર્દીઓને ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય તેમણે એક મહિના સુધી સ્પાઈરોમેટ્રી કસરત ચાલુ રાખવાથી નોંધપાત્ર સુધારો જોવા મળે છે.

ડૉ.પરમારે વધુમાં જણાવ્યું કે, હાલમાં જ સુરત જિલ્લાના માંડવીના રહેવાસી અને માંડવીના માર્ગ અને મકાન વિભાગમાં પ્યુન તરીકે ફરજ નિભાવતા 56 વર્ષીય નટવરભાઈ મોરેને આ કસરત નિયમિતપણે કરાવવાથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. અને ઝડપી રિકવરી લાવવામાં ફાયદો થયો છે. કોરોનાની 24 દિવસની સારવાર બાદ તેમને સિવિલમાંથી રજા આપવામાં આવી છે. આ પ્રકારના ઘણાં દર્દીઓને આ કસરત કરાવવામાં આવે છે. જેના સારા પરિણામો મળ્યા છે

(10:51 pm IST)
  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST