Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સુરતમાં 'જીઓ'ના નામનો ઉપયોગ કરી લોટ અને અનાજ વેચવામાં આવતા પોલીસે ધરપકડો કરી : પરિમલ નથવાણીના ઈ-મેઈલ પછી પોલીસે તાબડતોબ પગલા લીધા

સુરતના કેટલાક ભેજાબાજો દ્વારા રિલાયન્સ કંપનીના સુપ્રસિદ્ધ 'જીયો' બ્રાન્ડના નામે અનાજ અને લોટ વેચવામાં આવતો હોવાના વિડીયો અને ફોટા વાયરલ થતાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીનીયર વાઈસ પ્રેસીડેન્ટ અને સંસદ સભ્ય પરિમલભાઈ નથવાણીએ પોલીસ કમિશ્નરને ઈ-મેઈલ કરી જાણ કરી પગલા લેવા માંગણી કરી હતી. દરમિયાન સુરતના સચિન પોલીસે આ મામલે સુરતની રાધાકૃષ્ણ કંપનીના માલિકો અને સંચાલકો વિરૃદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી જામીન ઉપર મુકત કર્યાનું પ્રસિદ્ધ થયુ છે. આ અહેવાલ મુજબ ડીસીપી  ઝોન - ૩ના વિધિ ચૌધરીએ કહેલ કે જીઓ કંપનીમાં કામ કરતા સૌરવ-  પ્રકાશ અને ભાત્રાની ફરીયાદ ઉપરથી પોલીસે કાર્યવાહી કરી ૪ની ધરપકડ કરી હતી. જો કે કોપીરાઈટ્સ એકટની કલમો લગાવી હોય આરોપીઓ જામીન મુકત થઈ ગયા હતા.

(3:29 pm IST)