Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

દીવ દમણમાં સમરસતાનો સૂર્યોદયઃ અનેક સ્થાનિક બેઠકો બિનહરીફ

રાજકોટ તા. ર૭ :.. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ તા. ૮ નવેમ્બરે યોજાયેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિચારધારામાંથી પ્રેરણા લઇ આ વખતે પ્રથમ વખત નોંધપાત્ર પ્રમાણમાં બેઠકો સમરસ થઇ છે.

સરપંચ પદની ૧૮ પૈકી ૬ એટલે કે ત્રીજા ભાગની બેઠકો સમરસ (બિનહરીફ) થઇ છે. જિલ્લા પંચાયતની ર૪ માંથી ૮ બેઠકો બિનહરીફ થઇ છે. ગ્રામ પંચાયતની ૧૬૬ પૈકી ૮૧ બેઠકો પર ચૂંટણી ટળી છે, એટલે કે ૪૯ ટકા જેટલી બેઠકો બિનહરીફ થઇ છે. દમણ મ્યુનિસીપાલીટીની ૧પ માંથી ૩ બેઠકો બિનહરીફ થઇ છે. ઇલેકશનના બદલે સિલેકશનની પધ્ધતીથી ચૂંટણી ટળવાથી સમય, શકિત અને નાણાની બચત થશે અને વિકાસને વેગ મળશે.

(11:20 am IST)