Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડોદરાના મકરપુરામાં એકજ ફળિયામાં રહેતા બે પરિવારો બાખડ્યા : સામસામે હુમલો થતા ગુનો દાખલ

વડોદરા: શહેરના મકરપુરા ગામમાં ગતરાત્રે એક ફળિયામાં રહેતા એક પરિવારે બીજા પરિવાર પર હુમલો કરી કારનો કાચ તોડી નાંખ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય  પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા ગામ વણકરવાસમાં રહેતા જાગૃતિબેન પ્રિયાંકકુમાર રોહિતે મકરપુરા પોલીસને જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે હું અને મારી મમ્મી પાર્વતીબેન રોહિત ઘરે હતો. રાત્રે સાડા નવ વાગ્યે અમારા ફળિયામાં રહેતો કિરણ જયંતિભાઈ  વણકર આવ્યો હતો. અને અમારા ઘર પાસે આવી ગંદી ગાળો બોલતો હતો. જેથી, અમે તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો. અને અમારા ઘરમાં પાર્કિંગમાં મૂકેલ કારનો કાચ ઈંટ મારીને તોડી નાંખ્યો હતો. ત્યારબાદ કિરણના પિતા જયંતિભાઈ તથા અન્ય કૌશિકભાઈ વણકર, પંકજભાઈ વણકરે પણ અમારી  સામે ઝઘડો કર્યો હતોદરમિયાન ફળિયાના અન્ય  છોકરાઓ આવી જતા હુમલાખોરો ભાગી છૂટયા હતા.

(6:09 pm IST)