Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અમદાવાદમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવીને યુવતિઓને ફસાવીને લગ્ન કરનાર પતિનો અસલી ચહેરો પત્ની જાઇ જતા છેતરપિંડીની ફરિયાદઃ ૨૧ વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ

અમદાવાદઃ ખોટુ નામ ધારણ કરી યુવતીને ફસાવતા લંપટ પતિની વસ્ત્રાપુર પોલીસએ ધરપકડ કરી છે. ઝડપાયેલો આ પુરૂષ એક નહિ બે નહિ પણ ત્રીજા લગ્ન માટેની તૈયારીઓ કરી રહ્યો હતો. પરંતુ ત્રીજા લગ્ન કરે તે પહેલાં જ લંપટ પતિનો અસલી ચેહરો સામે આવી ગયો અને પોલીસના હાથે ચડી ગયો છે. પહેલી પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. જો કે ઘટનાની વાત કરીએ તો વસ્ત્રાપુરમાં રહેતા મૂળ જૂનાગઢના રાધાબહેને લંપટ પતિ રાજેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે 14 ડિસેમ્બર 1999ના રોજ રાજેશે  ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને તેમની સાથે લગ્ન કર્યા હતા. 21 વર્ષના લગ્ન જીવનમાં તેઓના બે સંતાન પણ છે. ખોટા ડોક્યુમેન્ટ આધારે 21 વર્ષનો જીવન ગાળો હોવા છતાં લંપટ પતિ રાજેશ ત્રીજી યુવતી સાથે લગ્ન કરવા પ્લાન કરે તે પહેલાં જ પતિ રાજેશનો ફાંડો ભુટ્યો છે.

લંપટ પતિ રાજેશ થાનકીની અસલી કરતૂતો વાત કરીએ તો ખોટા ડોક્યુમેન્ટ આધારે જૂનાગઢની રાધા નામની યુવતી સાથે 1999માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ  લંપટ પતિ રાજેશએ ઇન્દોરમાં રહેતી પ્રિયંકા નામની યુવતી જે આરોપી રાજેશના ઉંમરથી 10 વર્ષ નાની યુવતીને ખોટા ડોક્યુમેન્ટ આધારે લગ્ન કરી લીધા હતા. જેમાં રાહુલ દવે નામ ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કરી લીધા. ત્યાર બાદ ત્રીજી યુવતીને ફસવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં જબલપુર રહેતી ગરિમા નામની યુવતીને મેટ્રો મોનિયલ સાઇટ પર લંપટ રાજેશ ખોટા ડોક્યુમેન્ટ પરથી લગ્ન કરવા સંપર્ક કર્યો.

આ યુવતીએ તપાસ કરતા રાજેશ અગાઉથી પરિણીત હોવાનું ખુલતા તેને લગ્ન કરવાનું ટાળ્યું અને રાજેશની પત્નીનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી હતી. રાધાબહેન એ તપાસ કરી તો પતિના બીજા બે લગ્નનો પણ ભાંડો ફૂટ્યો. જેથી ફરિયાદ નોંધતા ચોકવાનારી ઘણી હક્કીતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં પતિ રાજેશ ના પર્સમાંથી રાહુલ દવે નામનું લાયસન્સ અને પાન કાર્ડ મળ્યું. સાથે પ્રિયંકા રાહુલ દવે નામના ડોક્યુમેન્ટ મળ્યા છે. જે આધારે પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી રહી છે.

પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે પ્રથમ લગ્ન રાજેશ કર્યા બાદ સતત ઘરની બહાર રહેતો હતો. ટ્રાન્સપોર્ટના વેપારના નામે તે અન્ય યુવતીઓ સાથે લગ્નનું પ્લાનિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસ આંશકા છે કે આરોપી રાજેશ અન્ય ઘણી યુવતીઓ ખોટા ડોક્યુમેન્ટ આધારે પોતાની માયાજાળમાં ફસાવી લગ્ન કર્યા હોઇ શકે છે.

(5:10 pm IST)
  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST

  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • ગુજરાત ATS એ, બનાવટી દસ્તાવેજોની મદદથી 15 વર્ષથી અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા સરદારખાન પઠાણ તરીકે ઓળખાતા એક અફઘાન વ્યક્તિને ઝડપી લીધો છે. access_time 11:13 pm IST