Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના વાયરસને અટકાવવા ઈઝરાયલમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું

નવી દિલ્હી: ઈઝરાયલમાં કોરોના સંક્રમણના કેસ ફરી એક વખત ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે સમગ્ર દેશમાં ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. લોકો પોતાના ઘરથી 500 મીટરના અંતર સુધી જ બહાર જઈ શકશે. ઈઝરાયલમાં અગાઉ પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો નહીં નોંધાતા ફરી એક વખત લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે.

               પ્રાપ્ય માહિતી અનુસાર દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવશે. જોકે, પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટર પર કામ ચાલુ રહેશે. પરંતુ પબ્લિક મૂવમેન્ટ પર સીમિત પ્રતિબંધો લાગુ રહેશે. લોકો પોતાના ઘરથી 500 મીટરના વિસ્તારથી બહાર નહીં જઈ શકે.

(6:25 pm IST)