Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

પ.બંગાળ : ભાજપની રેલીમાં શિખની પાઘડીનું અપમાન : તેની સાથે ધક્કા-મુક્કી : પાઘડી ખેંચાતા હોબાળો : પોલીસે સ્પષ્ટતા કરી : હરભજને મમતા સમક્ષ કાર્યવાહીની માંગ કરી

બંગાળમાં એક શીખ સુરક્ષા અધિકારીની પીટાઇ દરમિયાન પાઘડી ઉતારનાર વિરૂધ્ધ પૂર્વ ક્રિકેટર હરભજનસિંહે નારાજગી વ્યકત કરી છે અને મુખ્યમંત્રી મમતાબેનર્જી આ મુદ્દા અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બંગાળમાં એક શીખ સુરક્ષાકર્મીની ધક્કા-મુક્કીનો વિડીયો વાયરલ થયો છે. જે એક બીજેપી નેતાની સુરક્ષામાં તૈનાત કર્યા હતા. ધક્કા-મુક્કી દરમિયાન તેની પાઘડીનું અપમાન થતા હરભજનસિંહે મમતા બેનર્જીને કાર્યવાહી કરવા માંગ કરી છે.

(3:13 pm IST)