Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

દેશના 14 રાજ્યોમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10.90 લાખથી વધુ દર્દીઓ

નવી દિલ્હી : દેશમાં કોરોનાનો કહેર વધ્યો છે કોરોના કેસનો આંકડો 50 લાખને પાર પહોંચ્યો છે જોકે 39 લાખથી વધુ રિકવર થયા છે દેશમાં સૌથી વધુ 10.90 લાખ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. સૌથી વધુ 2.77 ટકા ડેથ રેટ પણ છે. રિકવરી રેટના મામલામાં ટોપ-7 સૌથી વધુ સંક્રમિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમિલનાડુ આગળ છે. અહીં 89.24 ટકા દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યો એવા છે જ્યાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. તેમાં પુડુચેરી, હિમાચલ પ્રદેશ અને ગોવા જેવા રાજ્યો સામેલ છે.

(12:00 am IST)
  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST