Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બુધવારથી દેશભરમાં ચોમાસુ વિદાય લેશે

૧ નવેમ્બરથી રાજસ્થાન - મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં શિયાળાની ઠંડી જમાવટ કરશે : નવેમ્બરના બીજા અઠવાડીયા સુધી ઉત્તર - પૂર્વનું ચોમાસુ નબળુ રહેશે

નવી દિલ્હી : હવામાન ખાતાએ ટ્વીટર હેન્ડલ ઉપર જાહેર કર્યુ છે કે બંગાળના અખાત અને ભારતના દક્ષિણના છેડે ઉત્તર પૂર્વના પવનો શરૂ થવાના સાથે જ નૈઋત્યનું ચોમાસુ સમગ્ર દેશમાંથી ૨૮ ઓકટોબર આસપાસ વિદાય લઈ લેશે. હવામાન તંત્રના શ્રી માધવન રાજીવન પણ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર લખે છે કે ૨૮ ઓકટોબર બુધવાર આસપાસ સમગ્ર દેશમાંથી ચોમાસુ પાછુ ખેંચાઈ જશે.

તેમણે લખ્યુ છે કે આ સાથે જ આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરાલા માટેનું ઉત્તર પૂર્વનું (એન.ઈ.એમ.) ચોમાસુ પણ બેસી જશે તેવી સંભાવના છે. તામિલનાડુ સહિત દક્ષિણના રાજયો માટે આ ઉત્તર પૂર્વનું ચોમાસુ ખૂબ મહત્વનું છે. જો કે ઈન્ડિયા વેધર મેનના ટ્વીટર હેન્ડલ ઉપર જાણીતા વેધર વોચર શ્રી કેન્ની જણાવે છે કે આ અઠવાડીયે ઉત્તર પૂર્વનું ચોલમાસુ બેસી જવા સંભાવના છે. પરંતુ ૧૦ થી ૧૫ નવેમ્બર સુધી તામિલનાડુ ઉપર નબળો વરસાદ ચાલુ રહેશે.

તેમણે ટ્વીટર હેન્ડલ ઉપર લખ્યુ છે કે ૧ નવેમ્બરથી રાજસ્થન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં શિયાળુ ઠંડા દિવસો છવાવા લાગશે.

તેમણે ગુજરાતનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ નવેમ્બરથી ગુજરાતમાં પણ ઠંડીનો દોર શરૂ થઈ જવા પૂરી સંભાવના છે.

(11:26 am IST)