Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

શહેરમાં બપોર સુધીમાં ૨૨ કેસ

આજ દિન સુધીમાં ૮૨૮૩ લોકો થયા સંક્રમિત : કુલ ૭૫૦૬ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૦.૮૬ ટકા થયો

રાજકોટ,તા.૨૬: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘટતુ જાય છે ત્યારે શહેરમાં  બપોર સુધીમાં ૨૨ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૨૮૩  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૭૫૦૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૦.૮૬ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૩૫૦ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૫  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૯૪ ટકા થયો  હતો. જયારે ૮૫ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૩,૨૬,૯૪૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૨૮૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૨ ટકા થયો છે.

૮ નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની પરિસ્થિતિએ ભગવતીપરા મેઇન રોડ, ઓમ નગર નવયુગ પરા- દૂધસાગર રોડ, આંબેડકર નગર મેઇન રોડ - ગોંડલ રોડ, આર્યનગર, સોમનાથ સોસાયટી - રૈયા રોડ, અલકાપુરી સોસાયટી - કુવાડવા રોડ, ન્યુ સાગર સોસાયટી - કુવાડવા રોડ, ગવલી વાડ  સહિતના નવા ૮ વિસ્તારો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં ૪૭ (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૧૬ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૮ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૧૬,૭૮૬ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૮ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.  જ્યારે પેડક રોડ, વિજયનગર, અવઘ, બેડીપરા, કુબલીયા પરા, વિજયનગર, રણછોડ નગર, નહેરૂનગર, જાગનાથ પ્લોટ સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૩૩૧ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:53 pm IST)
  • ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાની અવગણના કરનાર મહેબુબા મુફ્તીની પીડીપી પાર્ટીમાં તિરાડ : પાર્ટી અધ્યક્ષ મહેબુબાના નિવેદનથી નારાજ થયેલા 3 આગેવાનોએ રાજીનામાં આપી દીધા : ટી.એસ.બાજવા ,વેદ મહાજન ,તથા હુસેન એ.વફાએ મહેબૂબાને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી રાજીનામાં આપી દીધા : મહેબૂબાએ કાશ્મીરમાં 370 મી કલમ ફરીથી લાગુ ન થાય ત્યાં સુધી ત્રિરંગાને હાથ અડાડવાનો ઇન્કાર કરી દીધો હતો access_time 8:11 pm IST

  • પીએસઆઇ શ્વેતા જાડેજાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા : પીએસઆઇ શ્વેતા જાડેજાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યાનું જાણવા મળે છે. સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે. મળતી વિગતો મુજબ એક મોટી કંપનીના અધિકારી ઉપર બળાત્કારનો આરોપ હતો તેની પાસેથી લાખોની રકમ લઈ આંગડીયા મારફત પોતાના બનેવીને જામજોધપુર મોકલવાનો આરોપ હતો. એડવોકેટ વિરાટ પોપટે દલીલ કરી હતી. access_time 5:03 pm IST

  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST