Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સુપ્રીમનો સૌથી મોટો નિર્ણય

મેડિકલ કોલેજોમાં ઓબીસીને ૫૦ ટકા કોટા નહીં મળે

નવી દિલ્હી, તા.૨૭: તમિલનાડુમાં ઓલ ઇંડિયા કોટા અંતર્ગત આ વર્ષે મેડિકલ કોલેજેમાં ઓબીસીને ૫૦ ટકા કોટા આપવાની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. તમિલનાડુ સરકાર, એઆઇએડીએમકે અને ડીએમકે દ્વારા આ અરજીઓ કરવામાં આવી હતી.

જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓલ ઇંડિયા કોટા અંતર્ગત તમિલનાડુમાં અંડર ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ મેડિકલ તેમજ ડેંટલ કોર્સમાં ઓબીસીને ૫૦ ટકા કોટા ન આપવા મુદ્દે રાજય અને સ્થાનિક પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં નહોતો આવ્યો.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેડિકલ કોલેજોમાં ઓબીસી માટે અનામતની વ્યવસ્થા ન હોવી બંધારણનું ઉલ્લંદ્યન છે. અરજીમાં કેંદ્ર દ્વારા ઓલ ઇંડિયા કોટા અંતર્ગત તમિલનાડુમાં અંડર ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ મેડિકલ અને ટેંડલ કોર્સમાં ઓબીસીને ૫૦ ટકા કોટા ન આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે દાવો કરાયો હતો કે તમિલનાડુમાં ઓબીસી, એસસી, એસટી માટે ૬૯ ટકા અનામત છે. જેમાં ઓબીસીનો હિસ્સો ૫૦ ટકા છે. તેથી મેડિકલ કોલેજોમાં પણ ઓબીસીને ૫૦ ટકા અનામત આપવી જોઇએ. જે માગણી સુપ્રીમે ફગાવી દીધી હતી.

(10:26 am IST)