Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

LPG સિલિન્ડરનો બુકિંગ નંબર બદલાયોઃ ઇન્ડેને જાહેર કર્યો નવો નંબર

ઇન્ડેને પોતાના ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર નવો નંબર મોકલાવ્યો છે. જેનાથી તમે ગેસ રિફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકો છો. સિલિન્ડર બુક કરાવવા માટે ચાર રીત છે

નવી દિલ્હી,તા. ૨૭: જો તમે ઘરગથ્થૂ એલપીજી સિલિન્ડર રિફિલ માટે મોબાઇલ નંબરનો ઉપયોગ કરો છો તમારી માટે જરૂરી સમાચાર છે. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો આજથી તમે જૂના નંબર પર ગેસ બૂક નહીં કરાવી શકો. ઇન્ડેને પોતાના ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર નવો નંબર મોકલાવ્યો છે. જેનાથી તમે ગેસ રિફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકો છો. આમ તો સિલિન્ડર બુક કરાવવા માટે ચાર રીત છે.

પહેલા ડિસ્ટ્રીબ્યૂટરને ત્યાં જઈને, બીજું પોતાના મોબાઇલ નંબરથી કોલ કરીને, ત્રીજું ઓન લાઇન અને ચોથું કંપની દ્વારા આપવામાં આવેલા વોટસએપ નંબર પરથી. સૌથી સરળ રીત છે પોતાના નંબર પરથી કંપની દ્વારા આપેલા નંબર પર કોલ કરવું. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો હવે તમે નવા નંબર ૭૭૧૮૯૫૫૫૫૫ પર કોલ કરીને ગેસ બૂક કરાવી શકો છો. અથવા પછી બીજી સરળ રીત છે વોટ્સએપ મેસેન્જર પર REFILL ટાઇપ કરી તેને ૭૫૮૮૮૮૮૮૨૪ પર સેન્ડ કરવો, ધ્યાનમાં રાખવું કે તમારો વોટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોય.

જણાવવાનું કે એક નવેમ્બરના એલપીજી ઘરગથ્થૂ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે. રાંધણ ગેસ સિલિન્ડર સબ્સિડીમાં છેલ્લા એક વર્ષમાં સતત દ્યટાડો કરવાથી આ દરમિયાન સબ્સિડીવાળા સિલિન્ડર ૧૦૦ રૂપિયા મોંદ્યા થઈ ગયા છે અને સબ્સિડી શૂન્ય થઈ ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઇમાં ૧૪.૨ કિલો રાંધણ ગેસ સિલિન્ડરની માર્કેટ વેલ્યૂ એટલે કે સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમત ૬૩૭ રૂપિયા હતી, જે હવે દ્યટીને ૫૯૪ રૂપિયા થઈ ગઈ છે. દેશની સૌથી મોટી તેલ વિતરણ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પોતાની વેબસાઇટ પર સબ્સિડીવાળા સિલિન્ડરની કિંમત વિશે માહિતી આપવાની બંધ કરી દીધી છે. એક વર્ષ સુધી તેમની વેબસાઇટ પર આની માહિતી ઉપલબ્ધ હતી.

(11:42 am IST)