Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ભારતમાં મીડિયા-નાગરિક સમાજ-વિપક્ષનું સ્થાન ડગમગે છેઃ દેશ લોકતંત્રની ઓળખ ગુમાવવાના આરે

સ્વીડન સ્થિત સંસ્થાનો ચોંકાવનારો રિપોર્ટઃ વિરોધનો અધિકાર છીનવાઇ ગયો છે

નવી દિલ્હી તા. ર૭ :.. ભારતની વર્તમાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર હેઠળ મીડિયા નાગરીક સમાજ અને વિરોધ પક્ષ માટેની જગ્યા 'સંકોચાઇ' જવાના પરિણામે ભારત એક લોકતંત્રના સ્વરૂપમાં પોતાની સ્થિતિ ગુમાવવાના આરે છે તેમ સ્વીડન સ્થિત વી-ડેમ ઇન્સ્ટીટયુટના ર૦ર૦ અંગેના 'ડે મોક્રેસી રિપોર્ટ' માં જણાવાયું છે.

ર૦૧૪માં સ્થાપવામાં આવેલ વી-ડેમ એક સ્વતંત્ર રીસર્ચ ઇન્સ્ટીટયુટ છે જે યુર્નિ-ઓફ ગોથેનબર્ગમાં આવેલ છે અને ર૦૧૭ પછી દર વર્ષે વિશ્વભરના લોકશાહીના ડેટા અંગેનો એક રિપોર્ટ બહાર પાડે છે. જેમાં જે તે દેશની લોકતંત્રની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે છે.

ર૦ર૦નો રિપોર્ટ કે જેનું શિર્ષક ઓટોક્રેટીશન સર્જીસ-રેસીસ્ટન્સ ગ્રોસ નું જે આંકડા સાથે શરૂ થાય છે તેઓ તથ્યો પર ઇશારો કરે છે કે વિશ્વસ્તરે લોકતંત્રની ભાવના નીચે જઇ રહી છે અર્થાત ઘટી રહી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ર૦૦૧ પછી પહેલીવાર આંટોક્રેસી (તાનાશાહી) બહુમતમાં છે જે ૯ર દેશોને આવરી લ્યે છે અને તે હેઠળ વિશ્વની પ૪ ટકા વસ્તી આવી જાય છે.

રિપોર્ટ જણાવે છે કે મુખ્ય જી-ર૦ રાષ્ટ્રો અને વિશ્વના બધા પ્રદેશો હવે 'નિરંકુશતાની ત્રીજી લહેર'નો હિસ્સો છે જે ભારત, બ્રાઝીલ, અમેરિકા, તુર્કી જેવી મોટી વસ્તી સાથે મહત્વની અર્થવ્યવસ્થાઓને પ્રભાવિત કરી રહેલ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારત સતત ઘટાડાનો માર્ગ ચાલુ રાખ્યો છે એટલું જ નહિ. તે એક લોકતંત્ર સ્વરૂપે પોતાની સ્થિતિ ગુમાવી રહ્યું છે.

અભિવ્યકિતની સ્વતંત્રતા અને મીડિયાની સ્વતંત્રતા પર હુમલા હવે ૧૯ વર્ષની તુલનામાં ૩૧ દેશોને અસર કરી રહ્યા છે. આ સિવાય એકેડમિક ફીડમે છેલ્લા ૧૦ વર્ષમાં તાનાશાહી-નિરંકુશ દેશો જેમાં એક ભારત પણ છે. તેમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો છે અને શાંતિપૂર્ણ વિધાનસભા અને વિરોધનો અધિકાર આ દેશોમાં ૧૪ ટકા ઘટયો છે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત જનસંખ્યાના મામલામાં નિરંકુશ સીસ્ટમ પર જતો સૌથી મોટો દેશ છે.

રિપોર્ટમાં છેલ્લા ૧૦ વર્ષોમાં લીબરલ ડેમોક્રેસી ઇન્ડેક્ષ સીયુડીઆઇ પર પરિવર્તનના પરિમાણના ટોચના ૧૦ ઉભરતા દેશોની યાદી છે. જેમાં લખાયું છે કે ભારત હજુ પણ એક ચુનાવી લોકતંત્રમાં નોંધાયેલ છે પણ ચેતવણી અપાઇ છે કે ઘટાડાના સંકેત સ્પષ્ટ છે.

હંગેરી, પોલેન્ડ અને બ્રાઝીલ સાથે રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતના ઘટનાક્રમો પરથી જાણાય છે કે નિરંકુશતાના પ્રથમ પગલામાં મીડિયાની સ્વતંત્રતા સમાપ્ત કરવા અને સભ્ય સમાજને રોકવાનું સામેલ છે.

આ રિપોર્ટ પીએમ મોદીના વર્તમાન હિન્દુ-રાષ્ટ્રવાદી શાસન સાથે જોડાયેલ ભારતમાં નાગરીક સામાન્ય પર વધતા દમન સાથે પ્રેસ સ્વતંત્રતા ઉપર તરાપનો પણ હવાલો આપે છે.

ભારતમાં ઘટતી જતી પ્રેસ આઝાદીમાં અનેક વખત પત્રકારો વિરૂધ્ધ વધતી થપ્પડબાજીની સાથે સાથે સમાચાર - રિપોર્ટ વિરૂધ્ધ થતા કેસ અને તેને લખનાર સાથે ખબરોમાં હોય છે અનેક આંતર રાષ્ટ્રીય એકમોએ આ બારામાં મોદી સરકારને ઉદારતા દાખવવા કહયું છે.

રિપોર્ટમાં સીટીઝનશીપ, એકટ અંગે થયેલા તોફાનોનો ઉલ્લેખ પણ છે રિપોર્ટમાં - સંસદમાં પ્રશ્નકલાક બંધ કરવા અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા સામે પણ સવાલ ઉઠાવાયા છે.

(11:43 am IST)