Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

દેશનો કોઈ પણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પડાયું : ૩૭૦મી કલમને હટાવ્યા પછી એક વર્ષ પુરૃં થયા બાદ કેન્દ્ર સરકારે રાજ્યમાં જમીનની કાયદામાં ફેરફાર કર્યો

નવી દિલ્હી, તા. ૨૭ : જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં વસી પણ શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારના રોજ અંતર્ગત નવી નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જોકે, હજી સુધી ખેતી માટેની જમીન મામલે પ્રતિબંધ યથાવત્ છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડસ્ટ્રીઝ જમ્મુ-કાશ્મીરમાં આવીને સ્થપાય, તેથી ઈન્ડસ્ટ્રિયલ લેન્ડમાં ઈન્વેસ્ટ કરવાની જરૂર છે. પરંતુ ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે મર્યાદિત રહેશે.

નોંધનીય છે કે અગાઉ જમ્મુ-કાશ્મીરમાં ફક્ત ત્યાંના સ્થાનીક લોકો જમીનની ખરીદ-વેચાણ કરી શકતા હતા. પરંતુ હવે જમ્મુ-કાશ્મીરની બહારથી આવતા લોકો પણ જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદા અંતર્ગત લીધો છે. જેના પ્રણાણે હવે કોઈ પણ ભારતીય જમ્મુ-કાશ્મીરમાં ઘર, દુકાન અથવા જમીન ખરીદી શકશે તેમજ ફેક્ટરી પણ શરૂ કરી શકશે. માટે કોઈ પણ પ્રકારના સ્ખાનીક રહેવાસી હોવાના પુરાવાઓ આપવાની જરૂર નહીં પડે.

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે કલમ ૩૭૦માંથી મુક્ત કરી દેવાયું હતું. ત્યારબાદ ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું હતું. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે જમીનના કાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

(7:47 pm IST)