Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મુંબઈમાં ઉડાનની અભિનેત્રી માલવી મલ્હોત્રા પર તેના જુના એક તરફી પ્રેમમાં પાગલ મિત્રએ હુમલો કર્યો

અભિનેત્રી સારવાર હેઠળ : હાલ સ્થિતિ સ્થિર છે : ફેસબુક પર મિત્રતા થયા બાદ એક તરફી પ્રેમની કારણ હુમલા માં પરિણામ્યુ

મુંબઇ : ઉડાન ફિલ્મની અભિનેત્રી માલવી મલ્હોત્રા પર તેનાજ એક મિત્રએ ચપ્પુથી હુમલો કરતા અભિનેત્રીને કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

માલવી ની યોગેશ સાથે ફેસબુક પર મિત્રતા થઇ હતી. આરોપીએ એક તરફી પ્રેમમાં હુમલો કર્યો હોવાની શંકા છે. જો કે પોલીસે હજુ મામલે કંઇ જણાવ્યું નથી. માત્ર એટલી માહિતી આપી છે કે માલવી પર યોગેશે ચાર વખત હુમલો કર્યો હતો.

માલવી ની ફરિયાદ મુજબ આરોપી યોગેશ મહિપાલ સિંહ સાથે તેની મિત્રતા બાદ તેની સાથે માત્ર એક વખત કોફી કેફે ડેમાં મળી હતી. પરંતુ સોમવારે રાત્રે તે ઘરની બહાર નીકળી ત્યારે યોગેશ તેની ઓડી કારની બહાર ઊભો હતો. માલવીની રાહ જોઇ રહ્યો હતો.

માલવી જેવી આવી કે યોગેશકુમાર તેની આડે આવી ગયો હતો અને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માલવીએ વિરોધ કર્યો તો, યોગેશે ચાકુથી હુમલો કરી દીધો. તે ચાકુથી 4 વખત મારી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

માલવી મલ્હોત્રા મૂળે હિમાચલ પ્રદેશની રહેવાસી છે. માલવી ઉડાન ટીવી સીરિયલ ઉપરાંત તેલુગુ ફિલ્મ કુમારી 21 એફ, તમિલ ફિલ્મ નદિક્કુ એન્ડી, હિન્ગી ફિલ્મ હોટલ મિલનમાં કામ કરી ચુકી છે.

(8:27 pm IST)