Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

મોચી નગર -શીતલ પાર્ક વિસ્તારમાં ડામર રી-કાર્પેટનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં આવેલ મોચીનગર-૨. શીતલ પાર્ક મેઈન રોડનું ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, ડો.દર્શિતાબેન શાહ, તથા સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ના મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, પૃથ્વીરાજસિંહ વાળા, રાજનભાઈ સિંધવ, ધર્મેન્દ્રભાઈ મિરાણી, રાજેન્દ્રસિંહ ગોહેલ, જયસુખભાઈ પરમાર, જયરાજસિંહ જાડેજા, જીતુભાઈ હુંબલ, કલાભાઈ ભરવાડ, છેલ્લાભાઈ ભરવાડ, અજયસિંહ જાડેજા, મુનાભાઈ ગેરેજ, મનોજભાઈ ચૌહાણ, પ્રફુલભાઈ પીઠડીયા, ગોવિંદભાઈ, સંગીતાબેન પીઠડીયા, યાસ્મીનબેન અજમેરીયા, મેસુનબેન, ગોવિનકોર રાઠોડ, રેશ્માબેન ભાણ, જેમુનબેન રાવમલ, કુમાબેન ખાચર, રેખાબેન ખાચર, લીરુબેન ધાબેલીયા, ચેતનાબેન, જાગૃતિબેન, રેશ્માબેન, તસલીમબેન, જમીલાબેન, કવશાબેન મુનશી, નરગીશબેન, આજી મોમદભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:50 pm IST)