Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

અમરેલી : કૃષિબિલ અંગે ખેડૂતોને માર્ગદર્શન

અમરેલી : જિલ્લા તથા તાલુકાના વાંકીયા ગામના વતની અમદાવાદ બાપુનગર વોર્ડના કાઉન્સીલર અશ્વિન પેથાણી દ્વારા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સરકારશ્રીના કૃષિબિલ અંગે સાચી માહિતી તથા માર્ગદર્શન આપીને ખેડૂતોને જાગૃત કરવા અંગે કૃષિબિલ જાગૃતિ અભિયાનના ભાગરૂપે ખેડૂતો સાથે સંવાદ કરીને વિપક્ષ દ્વારા કૃષિબિલ અંગે થતો ભ્રામક પ્રચારની જાટકણી કાઢીને ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લા ભાજપ મહામંત્રી તથા માર્કેટયાર્ડના ડાયરેકટર કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં યોજેલ ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમમાં કૌશિક વેકરીયાએ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કૃષિબિલ અંગે કરવામાં આવતા ભ્રામક પ્રચારની ઝાટકણી કાઢીને સરકારશ્રીના કૃષિબિલ અંગે સાચી સમજ તથા માહિતી આપી હતી. આ તકે શહેર ભાજપના પુર્વ પ્રમુખ રાજુભાઇ કાબરીયા, શહેર ભાજપ મહામંત્રી પિન્ટુભાઇ કુરૂન્દલે, તાલુકા ભાજપના પુર્વ મંત્રી અમીતભાઇ રાદડીયા, માર્કેટયાર્ડના પુર્વ ડાયરેકટર લાભુભાઇ અકબરી, સે.સ.મંડળી વાંકીયાના પ્રમુખ ચતુરભાઇ રાદડીયા, પુર્વ સરપંચ કનુભાઇ કાનાણી, રામદેવ મંદિરના ટ્રસ્ટી વિઠ્ઠલભાઇ કથીરીયા, મનસુખભાઇ પેથાણી તથા નનુભાઇ પેથાણી, બાબુભાઇ રાદડીયા વિ. આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:28 am IST)