Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

પાંચ વર્ષની સજા પામેલ ફરાર મોરબીનો આરીફ મીર ઝડપાયો

મોરબી,તા. ૧૭: મોરબી સેશન્સ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા પામેલ આરોપી આરીફ મીર ફરાર હોય જેને એલસીબી ટીમે માળિયા ભીમસર ચોકડી પાસેથી ઝડપી લીધો છે.

માહિતી મુજબ કાલિકા પ્લોટનો રહેવાસી આરીફ ગુલામ મીર વર્ષ ૨૦૧૧ માં રાજય્સેવક પર હુમલો કરવાના ગુન્હામાં મોરબી ચીફ કોર્ટમાં કેસ ચાલી જતા વર્ષ ૨૦૧૮ માં આરોપી અને તેના બે સાગરિતને બે વર્ષની સજા થયેલ જે સજા સામે સેશન્સ કોર્ટ મોરબી ખાતે અપીલ કરતા સેશન્સ કોર્ટે એક આરોપીની સજા માફ કરી આરીફ મીરને પાંચ વર્ષની સજા કરી હતી આરોપી નાસતો ફરતો હોય જેથી ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલ હોય.

એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમને મળેલ પગલે આરીફ ગુલામ મીર સફેદ કલરની ક્રેટા કાર લઈને અમદાવાદ તરફથી માળિયા થઇ મોરબી આવતો હોય જે બાતમીને પગલે વોચ ગોઠવી હતી અને માળિયા ભીમસર ચોકડી પાસેથી આરોપીને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ આરોપી મોરબી શનાળાના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા વચ્ચે દુશ્મનાવટ ચાલતી હોય જેમાં વર્ષ ૨૦૧૭ માં પકડાયેલ આરોપીના ભાઈ મુસ્તાક મીરનું ખૂન થયેલ અને વર્ષ ૨૦૧૮ માં આરોપી પર જીવલેણ હુમલો થયો હતો.

ઝડપાયેલ આરીફ મીર સામે રાજય સેવક પર હુમલો ઉપરાંત ખૂન, ખૂનની કોશિશ, દારૂ, મારામારી અને રાયોટીંગ સહીત ૨૪ ગુન્હા નોંધાયેલા છે.

મણીમંદિર પાસે શોર્ટ લાગતા બાળકનું મોત

મણીમંદિર પાસે આવેલ ઓરડીમાં રહેતા કિશન રાજુભાઈ કુંડિયા (ઉ.વ.૧૩) નામના બાળકને ઇલેકિટ્રક શોર્ટ લાગતા હોસ્પિટલ ખસેડાયો હતો જયાં બાળકનું મોત થયું હતું એ ડીવીઝન પોલીસે  તપાસ ચલાવી છે.

અકસ્માતમાં ઘવાયેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના માળિયા હાઈવે પર એક માસ પૂર્વે અકસ્માતમાં મહિલા ઈજાગ્રસ્ત થઇ હોય જે મહિલાને સારવાર માટે અમદાવાદ ખસેડાઈ હોય જયાં સારવાર દરમિયાન મોત થયું છે. મૂળ રાજસ્થાન હાલ અમદાવાદ રહેતા પુષ્પાબેન સંજયભાઈ બારોટ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તેના નાની બહેન ધુલીબેન રમેશભાઈ બારોટ (ઉ.વ.૧૮) રીક્ષામાં બેસી જતા હોય ત્યારે માળિયા હાઈવે પર અજાણ્યા ટ્રક કન્ટેનર ચાલકે અકસ્માત સજર્યો હતો જે અકસ્માતમાં ઈજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

પાડાપુલ પરથી અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળ્યો

પાડાપુલ પર ફૂટપાઠ પર અંદાજે ૬૦ વર્ષના અજાણ્યા વૃદ્ઘનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા બી ડીવીઝન ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જોકે મૃતકની ઓળખ થઇ સકી ના હોય જેથી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ઓળખ મેળવવા તેમજ વાલીવારસની શોધખોળ કરવા વધુ તપાસ ચલાવી છે.

(1:11 pm IST)
  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST