Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી : ચાર ની ધરપકડ

સાયબર ક્રાઇમ બ્રાંચ નું જામતારામાં હજી સર્ચ ઓપરેશન ચાલુ

અમદાવાદ : પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના વકીલ ધવલ નાણાવટી પાસેથી આરોપીઓએ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે ગુનામાં સાયબર ક્રાઈમને કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે. બીજી તરફ સાયબર ક્રાઇમ બ્રાંચ નું જામતારામાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

સઇબર ક્રાઇમનો ગૂનો નોંધાય અને કોઈપણ મોડસ ઓપરેન્ડી સામે આવે પરંતુ આરોપીઓનું મૂળ જામતારા સુધી પહોંચતું હોય છે. તેવા જ એક ગુનામાં સાયબર ક્રાઈમને શિવકુમાર ગુપ્તા અને ગૌસુલવરા અંસારીની ધરપકડ કરી છે. જોકે તેની તપાસમા જામતારાના અજય મંડલ અને કુંદન કુમારની જામતારામા અટકાયત કરી છે. અને અન્ય વધુ આરોપીની શોધખોળ હાથ ધરી છે. સાયબર ક્રાઇમમા વકીલ ફરિયાદીએ નોંધાવેલ રૂપિયા 11 લાખની ફરિયાદના આધારે તપાસ કરતા ગુનાના મૂળ જામતારા સુધી નીકળયા હતા. જેના પગેલ સાયબર ક્રાઇમ બ્રાંચે 4 આરોપીને ઝડપી લેવામા સફળતા મળી હતી. ગુજરાતના અન્ય ગુન્હાના  પણ ભેદ ઉકેલાશે.

 ઝડપાયેલા આરોપી અજય મંડલ અને તેનો સાગરીત ગોવિંદ મંડલ મોબાઈલ ધારકોના મોબાઈલમાં બ્લકમા મેસેજ કરાવતા હતા. ત્યાર બાદ મોબાઈલ નંબર પર એક કોલ કરવામાં આવતો અને પેટીએમની વિગતો મેળવી કેવાયસી અપડેટ કરવાનું જણાવી રિમોટ ઍક્સેસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને પૈસાની ઉઠાંતરી કરતા હતા. ત્યાર બાદ છેતરપિંડીના નાણાથી શિવમ ગુપ્તા 5 ટકાના કમિશન મેળવી એમેઝોન ગીફ્ટ વાઉચર ખરીદ કરી નાણા રોકડ કરવામા આવતા હતા. ઉપરાંત અન્ય આરોપી ગૌસુલવરા ઓનલાઈન બિલ પે. રિચાર્જ કરી રૂપિયા રોકડ મેળવતો હતો. રોકડ અજય મંડલ ને મોકલી આપતો હતો 

(11:53 pm IST)