Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પોરબંદરનો ઇતિહાસ મુળ રાજપૂત જેઠવા વંશ સાથે જોડાયેલ

જેઠવા વંશના છેલ્લા રાજવી નટવરસિંહજી હતાઃ શ્રીનગરના ગાદીવારસ બાલાસિંહને દત્તક લીધેલઃ સૌરાષ્ટ્રના પ્રથમ વર્ગના રાજયોમાં પોરબંદર ચોથા નંબરનું સ્ટેટ હતુઃ મહારાણા નટવરસિંહજી જેઠવા કુળના ૧૮૦માં રાજવી હતાઃ ૧૯૪૭ માં તેમણે પોરબંદરનું સૌરાષ્ટ્ર સંયુકત સંઘમાં વિલીનીકરણ કરેલ

પોરબંદર તા. ર૭ :..  અનેક દંતકથા પૌરાણીક કથા વિજયા દશમી ઉત્સવની જોડાયેલ. નવરાત્રી પૂર્ણ થતાં આસુરી શકિતનો મા-દેવી ભગવતથીએ જુદા જુદા સ્વરૂપે નાશ કર્યો તે વિજયની ઉજવણી મર્યાદા પુરૂષોતમ શ્રીરામે અસુરાજ મહાન ત્રિકાળ જ્ઞાની રાવણની લંકા દહન અને રાવણ સાથે યુધ્ધ કરી આસુરી શકિતનો નાશ કરી માતા સીતાને રાવણના બંધનમાંથી અશોક વાટીકમાંથી મુકત કરાવ્યા. પિતાને આવેલ વચન પ્રમાણે વનવાસ પુર્ણ થતાં તેના ઉત્સવમાં અધ્યોયા પરત ફરી રાજય કારભાર સંભાળ્યો. આ સમય દરમ્યાન માતા સીતાનો અવકાર કરતા તેની પવિત્રાની શુધ્ધતા ખાત્રી કરી અગ્નિ પ્રવેશ કરાવી પવિત્રતા સાબીત   કરી. છતાં લોકચર્ચા - ધોબીના મહેણાથી માતા સિતાનો પુનઃ ત્યાગ કર્યો વનવાસમાં મોકલી આપ્યા. અને વનવાસ દરમ્યાન લવ-કુશને જન્મ આપ્યો. લવ-કુશે શ્રીરામનો અશ્વ્ મેઘ યજ્ઞનો ધોડો રોકયો, પિતાનો મેળાપ કરાવી ધરતી માતા અરણય જંગલમાં ધરતીમાં સમાય ગયા. તે ધરતી પુત્રી હતા. જેથી માતાની ગોદમાં સમાયેલ અનેક જે પૌરાણીક પ્રાચીન દંતકથાઓ જોડાયેલ છે.

મહાભારતના યુધ્ધમાં પાંડવ વિજય, વનવાસ દરમ્યાન પાંડવોના શસ્ત્રો ખીજડા વૃક્ષે સાચવેલ. વનવાસના દિવસો પુર્ણ થતાં ખીજડાને સમિધ્ધ વૃક્ષ પાસેથી પાંડવો પોતાના શસ્ત્ર મેળવે છે. તે ધ્યાને રાખી ક્ષત્રીય-રાજપૂત વિજયાદશમીન, દિપોત્સવીના અને નૂતન વરસના ઉત્સવ જેટલો વિજયાદશમ મનાવે છે.   ખીજડાના વૃક્ષનું નીચે શસ્ત્રો લઇ જઇ ભૂ.દેવાની હાજરીમાં મંત્રોચ્ચારો દ્વારા શાસ્ત્રોકત પૂજન કરે છે. રાજવીઓ વિજયાદશમીના દિવસે રાજરસાલા સાથે સવારી નગરયાત્રામાં રાજવી નીકળતા હાલ આ પરંપરા કર્ણાટક - મહેસુરમાં જળવાયેલ છે.

પોરબંદર રાજવીનો જેઠવા વંશ હનુમાન વંશ છે. હનુમાનજીના માનસ પુત્ર મકરધ્વજનો વંશ ગણાય છે. ૧૮૦, પેઢી પોરબંદરના છેલ્લા રાજવી સ્વ. નટવરસિંહજી જેઠવા બારોટ, ગણાય છે. રાજવીના દત્તક પુત્ર ગાદી વારસ શ્રીનગરના બાલાસિંહ જેઠવા કે જેઓ પોરબંદરના પોર્ટ - બંદર અધિકારી તરીકે ફરજમાં બજાવતા તેમની પસંદગી યુવરાજ તરીકે થયેલ. હાલ શ્રી હરેન્દ્રસિંહ જેઠવા સ્વ. મહારાણા નટવરસિંહજીના દ્વિતીય પત્ની વિદુષી પત્ની અનંતકુમારબાના પુત્ર છે. તેઓ માતાના પિયરની અટક ધરાવે છે. અત્રે જેઠવા વંશ વારસ તરીકે સ્વ. મહારાણા નટવરસિંહજી જેઠવા જાહેર કરાયેલ છે.

સ્વ. પૂર્વ વર્તમાન મહારાણી અનંતકુમારબા સાથે જુના પૌરાણીક સંબંધ સર્મથ રામદાસ સ્વામીએ સ્વીકૃત કરવા જણાવતા દિલ્હીમાં સ્વ. મહારાણાશ્રીએ સીવીલ મેેરેજ કરી દ્વિત્ય મહારાણીનું સ્થાન આપેલ. અને તેઓ શ્રી સંપૂર્ણ પરંપરા ગન ભારતી સંસ્કૃતિ સાથે જેઠવા વંશની પરંપરગત સ્વીકારે હિન્દુ ધર્મ સ્થાનમાં ભાવપૂર્વક દર્શનાર્થે જતાં.

જયારે પોરબંદરના સ્વ. ભાવસિંહજી હાઇસ્કુલ વિદ્યાર્થી પ્રિય શિક્ષક સ્વ.  મણીભાઇ વોરાએ પોરબંદર રાજય અને જેઠવા રાજાઓ વિષે પોરબંદર નગરપાલીકા શતાબ્દી સંભારણામાં જે માહિતી આપી છે. તેનું સંકલન અત્રે પ્રસ્તુત છે.

પોરબંદરનો ઇતિહાસ જેઠવા રાજપૂત વંશના ઇતિહાસ સાથે સંલગ્ન છે. સૌરાષ્ટ્રમાં આવેલા રાજપૂતોમાં જેઠવા સૌ પ્રથમ છે. હનુમાનવંશી મનાતા આ કુળના પૂર્વ જ મકરધ્વજ હતાં. મકરધ્વજની ચોકાબેટ શંખોહારમાં છે. મોરધ્વજે મોરબી વસાવ્યું. જેઠવા વંશની સત્તા મોરબી નાગના બંદર, પિરોતન, અજાડ બેટ દ્વારા હતી ત્યાંથી મિયાણી શ્રીનગર આવી શીરે ધુમલીમાં રાજધાની સ્થાપી તેનો સબંધ દિલ્હિીના અનંગપાળ સાથે હતો આ વંશમાં જેઠુજી મહારાજ થયા તેના વંશના જેઠવા કહેવાયા એમ મનાય છે આ તરફ આવેલા ક્ષત્રીયોઓમાં જેષ્ઠ હતા તેનો જેઠવા અને તેઓના પ્રદેશ જયેષ્ઠક દેશ કહેવાયો પાછળના  યુગમાં મિયાણીથી માંગરોળ, ચોરવાડ સુધીનો પ્રદેશ જેઠવાડ કહેવાયો હતો પર ધારણ કરનાર છેલ્લો રાજા સંગજી જેઠવો પરાક્રમી થયો તેણે વાધેલાઓ પર વિજય મેળવ્યો અને રાણાનો ખિનાબ પામ્યો રાણા સંગજી કહેવાયોએ રાણાસિંહ પછીના રાજવીઓ રાણા કહેવાયા જેઠવાની સતા ધુમલી સભા ધુમલી ઢાંક, મોરબી પર હતી સિધ્ધનાથના શિષ્ય રસવૈદ અર્ગાજુન જેઠવા ઢાંકના હતા જેઠવા કુળમાં કુમાર હુલામણ થયા તેને પરમાર રાજસિંહજી કુવરી સોનવરી, (સતીઓને) તેની લોકવાના પિતા પ્રસિદ્ધ છ.ે મેહ જેઠવાને ઉજબીની કથા પણ લોકોકુંડ છે બરડાના દુહામાં અને લોક સાહિત્યમાં  આ વાર્તાઓ જીવત છ.ે હુલામત સૈન્ધવો સાથે એક લાગે  છે.

જયારે  અણહિલપુરના સોલંકી સાથે સંબંધમાં જણાવે છે. કુતુબુદીને રાણા વિકયાજીને મોરબીમાંથી હરાવી કાલઢયા બારમી સદીમાં વિજયસિંહે બારડામાં રાજય વિસ્તાર્યું નાગના બંદર જેઠવા સત્તા નીચે જે હતું વિજયસિંહની પાંચમી પેઢીએ રાણાભાણ જેઠવા ધુમલી પર હતા તેઇ.સ.૧૩૦૭ માં ગાદીએ આવ્યા તેના સમયમાં સોનકંસારી અને રાખાયભ બાબરીઆની કથા બની આ વાર્તા સૌરાષ્ટ્રની લોકકથામાં આવી સત્રીઓન અને બ્રાહ્મણોના શાપથી ધુમલીનું પતન થયું એમ મનાય છે. સિંઘનો જામ બમણીઓ તેના બાપ ઉન્નડ જાનનું વેરલ લેવા ધુમલી ચડાઇ લાવી તેનો ધ્વંસ કરી ગયો રાણાભાણ ધુમલી તજી રાણપુર રાજધાની વસાવી ત્યાં રાજધાની કરી રહ્યા છે.

જેઠવા કુળમાં બખુજી થયા તે જ મહારાજ બાષ્કલદેવ જેણે પોરવેલાકુલ (પોરબંદર પાસે જયેષ્ઠ દેશે બ્રાહ્મણને ભૂમિ આપી દશમી સદીમાં દાનપત્ર કરી આપેલ બીજા બખૂજા પરથી બરડામ)ં બખરલા ગામ વસ્યુ છે (હાલ હૈયાત છે)

રાણા રાણોજી સ.૧૭૯ર થી ૧૪ર૦, થયા તેણે ગુજરાતની સુલતાનની ચડાઇ અને સિંઘના જામના હુમલા છતા નાગના બંદર અને જેઠવાનો મુલ્ક તાબે રાખયો રાણાભાણજી બીજા ઇ.સ.૧૪૬૧-૧૪૯ર ના સમયમાં મેહમુદ બેગડાની ચડાઇઓ અને જીતની સૌરાષ્ટ્રના રાજાઓને ખંડણી ભરવી પડી. ભાણજી તેમાં આવી ગયા ભાણ જેઠે પોતાના અધિકાર નીચેના માંગસેમાં ભલ પરણાવે ભાણ અકે લગ્ને અઢારસો અને કકન્યાદાન આપવા તેના મંડપો માંગરોળમાં જામી મસ્જીદમાં બતાવાય છ.ે રાણા ખીમાજી, ઇ.સ.૧પ૧પ-૧પપ૦ સમયમાં જામરાવલની સરદારી નીચે જાડેજાઓ મુલ્ક દબાવતા આવ્યા નાગના બંદર ગયું જેઠવાને ત્યાંથી કાઢયા અને રાવલ જામે જાનગર વસાવ્યું જેઠવા રાજની પડતી થવા લાગી રાણા રામદેવજી ઇ.સ.૧પપ૦-૧પ૭પ ખીમાજી પછી તેના પુત્ર રામદેવજી ગાદીએ આવ્યા રાણા રામદેવજીજામ વિભાજીના દૌહિત્ર હતા જામસતાજી રામદેવજીના માચર થાયુ તેણે રાણા રામદેવીજને નગર બોલાવી દગાથી ઘા કર્યો, લશ્કર મોશલી રાણપુર તાબે કર્યું રામદેવજી પછી તેના પુત્ર ભાલાજી (ભાણા) જેઠવા ગાદી વારસ થયા, તેના રાણી કસાબાઇ તથા કુંવર ખીમાજી સાથે બરડામાં આશ્રય લઇ રહ્યું છેલ્લે ધાવામાં ત્રણ વડનો ઝુડ ત્રવડામાં રાણાના કુટુંબે છાયાના ગરાસીયા અને અડોદરના મહેર વડેરાની સહાયથી દિવસો કાઢયા રાણા ભાણનો દમના દર્દથી દહ પડયો યુવરાજ ખીમાજીને બાજુમાં રાખી રાજમાતા કલાંબાઇએ જેઠવા સત્તા જારી રાખી ઇ.સ.૧પ૯૧માં ધ્રોળ પાસે ભુચરમોરીના યુદ્ધમાં અકબરના સૈન્ય જામ સતાજીને હાર આપી સત્તાનું નગર છોડી ડુંગરમાં આશ્રય લઇ રહ્યા  સતા નબળી જોઇ રાજમાતા કલાબાઇ અને રાણા ખીમાજીએ તક ઝડપી જેઠવા મહેર તથા રબારી વગેરેનું લશ્કર એકઠુ કરી પોતાનો ગયેલો મુલ્કસર કરવા યુધ્ધ શરૂ કર્યુ.  જામનોધાણી બોખીરા સુધી આવી બેઠો હતો તેને અને જામના લશ્કરને હરાવી હટાવી રાણપુર દુધમલી સુધીનું રાજય હાથ કર્યુ. ભારવાડાની ભાદાધાર પાસે રાણાના લશકરને જામના લશ્કર વચ્ચે ભારે યુધ્ધ થયું તેમાં ઘણા મહેર યુવાનો કામ આવ્યા હતા. વિજયી રાણા ખીમાજી બરડાધીપતીનો મોભો મેળવ્યો. છાયાનો ગઢ મજબુત કરી રાજધાની રૂપે કર્યો. ખીમાજીના સમયમાં વૈષ્ણવ આચાર્ય ગોપાલ લાલજી છાયા પોરબંદર પધાર્યા વહાલ છાયામાં પ્રવેશ કરતા ગોપાલ લાલજીની હવેલી હૈયાત છે. નિજાનંદ સંપ્રદાયના  પ્રાણનાથજી પણ નવી બંદર થઇ પોરબંદર પધારેલ વૈષ્ણવ રાજકુટુંબ ધર્માચાર્યોનું સ્વાગત કરવું.

ખીમાજીના પૌત્ર સુરતાજી પહેલા ઇ.સ. ૧૬૭૧-૧૬૯૯ તેણે છાયામાં રહી મુગલાઇ સતામાં ઓટ જણાતા બંદર ઉપર નાનો કોટ બ઼ધાવી પોરબંદર પર સતા જમાવવા માંડી રાણા ભાણજી ચોથાએ ઇ.સ. ૧૬૯૯ થી ૧૭૦૯ સુધી પિતાના ધોરણે જેઠવા સતા છાંયા-પોર (પોરબંદર) પર ચાલુ રાખી, મોગલ સતાની નબળાઇ, મરાઠાના હુમલા વગેરેથી પોરબંદરના રાણા માટે સહેલું હતું. ઔરંગઝેબના મૃત્યુ બાદ મુગલ સતા પડી ભાંગી, રાણા ખીમાજીએ ઇ.સ. ૧૭૦૯ થી ૧૭ર૮ પોરબંદર પર કબ્જો દ્રઢ કર્યો. માધવપુર (ઘેડ) રાજયમાં ભેળવ્યું. ઇ.સ. ૧૭ર૬માં શેર બુલંદખાન ચડી આવ્યો. છાયા પસો યુધ્ધ થયું. ખીમાજી વહાણ રસ્તે ભાગી જવાના પ્રયાસમાં નિષ્ફળ ગયાને મુગલ સરદારને આશરે રૂ. ૪૦ હજારનો દંડ આપી કાઢયો. છાયામાં આ સમયના પાળીયા છે. વિક્રમાતજી ઇ.સ. ૧૭ર૮ થી ૧૭પ૭માં કુતિયાણા જીત્યુ. કાણા સુરતાજી બીજા (સુલતાન) ઇ.સ. ૧૭પ૭થી ૧૮૦૪ આ બાહોશ બહાદુર રાણાએ છાયાથી રાજધાની પોરબંદરમાં આણી (લાવી) ઇ.સ. ૧૭૮પમાં ન્યારી પોરબંદર, પોરબંદર સંસ્થાન તરીકે ઓળખાવુ. આ યુગમાં સૌરાષ્ટ્રમાં હાંડા બળીયા,ચ રાજ પુરૂષો હતા. જામનગરના મેરૂ ખવાસ, જુનાગઢમાં અમરજી દિવાન, ગોંડલમાંૅ કુંભાજી પોરબંદરમાં રાણા સુલતાનજી હતા. રાજયમાં વ્યવસ્થા રાખવા સુલતાનજી પાસે તેના પ્રેમજી દામાણી સમર્થ કારભારી હતા.

પોરબંદરમાં ૧૦૦ (એકસો) સિપાઇ અને એક કેપ્ટન બ્રિટીશ સરકારે રાખેલ હતા તે ઇ.સ. ૧૮પ૩માં થાણુ ઉઠાવી લેવાયું. હાલાજીના કારભાર દરમ્યાન કંડારણુ જામ સાહેબ ત્યાંના રાણાના થાણાદાર પાસેથી વેચાતુ લઇ હાથ ધરેલ. તે પણ કર્નલ વોકરી લડાઇ કરી જમી પાસેથી પોરબંદરને પાછુ અપાવ્યું હાલાજી કુમારના પિતા સામે બળવો કરી છાંયાગઢ હાથ કર્યો. તેને પણ અંગ્રેજવાર સભાહે હરાવી છાયા ગઢને મુકત કર્યો. આ સમયના સતી અને શુરાના પાળીયા ગઢમાં છે. બહાર વટીયા સામે પણ યુધ્ધમાં રાણાના લશ્કરને અંગ્રેજ સહાય હતી.

પોરબંદર ખ્રિસ્તી કબ્રસ્તાનમાં અંગ્રેજ યુવાનોની કબરો છે. હાલાજી ઇ.સ. ૧૮પરમાં અને વેૃધ્ધ સુલતાજી ઇ.સ. ૧૮૧૩માં ગુજરી ગયા પછી કુમાર પૃથ્વીજી ખીમાજી નામ ધારણા કરી જેઠવા ગાદી પર આવ્યા. તેણે ઇ.સ. ૧૮૧૩ થી ૧૮૩૧ સુધી રાજય કર્યુ. ેનોના પછી તેના કુંવર ભોજરાજજી વિરૂમાતજી નામ ધારણ કરી ગાદીએ આવ્યા. તેણે ઇ.સ. ૧૮૩૧થી ૧૯૦૦ સુધી પોરબંદર પર રાજય કર્યુ. આઠ વર્ષની ઉંમરના વિકમાતજીને શરૂઆતના વર્ષોમાં રાજમાતા રૂપાળીબાએ રાજદ્વાર ભારમાં આગળ રહી ઇ.સ. ૧૮૪૧ સુધી સહાય કરી. પોરબંદરમાં ઘણા લોકોપયોગી કરી રૂપાળીબા પુજાા. વિકમાતજીનું અંગત જીવન નિષ્કલંક હતું પણ બ્રિટીશ યુગમાં વિકમાતજીનો ન્યાય મધ્ય યુગનો હતો. શાંત સમજુ શહેરીઓ આનંદજી જીવતા રાણાની સરકાર અંગ્રેજ સરકારે લઇ લીધી. પોરબંદર ઉપર એડમીનીસ્ટ્રેશન મુકયું લેલી અને મોરીશન જેવા દશ વહીવટકર્તા આપ્યા. પોરબંદરને બંધારણ મળ્યું. રાજયના સાધન વધારી ઉપયોગી જાહેર બાંધકામો થયા જેની આજે શતાબ્દીઓ ઉજવાય છે.

વિકમાનજી ઇ.સ. ૧૯૦૦ માં કૈલાસવાસી થયા તેના પૌત્ર ભાવસિંહજી ગાદીએ આવ્યા. આ ભલા દુલાભાવ તરીકે જાણીતા રાજા ઇ.સ. ૧૯૦૮માં સ્વર્ગવાસી થયા. કુંવર નટવરસિંહજી સગીર હતા રાજય પર એડમીનીસ્ટ્રેશન આવ્યું. વાજસુરવાળા, હેન્કોક જેવા એડમીનીસ્ટ્રેટરો આવ્યા. વર્તમાન યગના સુધારા આગળ ચાલ્યા. ઇ.સ. ૧૯ર૦ માં મહારાજા નટવરસિંહના રાજયાભિષેક થયો. પોરબંદર સૌરાષ્ટ્રના પહેલા વર્ગના રાજયોમાં ચોથા નંબરનું સ્ટેટ હતું. ભારતને સ્વાતંત્ર્ય મળતા ઇ.સ. ૧૯૪૭મા઼ પોરબંદરને ઇ.સ.૧૯૪૭માં પોરબંદરને મહારાજા નટવરસિંહે રાજયને સૌરાષ્ટ્રના સંયુકત સંઘમાં વિલીન કર્યુ. આધુનિક પોરબંદરના સર્જક મહારાજા નટવરસિંહ જેઠવા કુળના ૧૮૦માં રાજવી હતા. દીર્ઘકાળ વાવેલા રાજવંશોમાં જેઠવા રાજાનો વંશ આગળ આવે છે.

સંકલનઃ- સ્મિત સી.પારેખ

મો.નં. ૭૦૪૮પ ૩૩પ૩૯.

પોરબંદર.

 

(11:58 am IST)