Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ચોટીલા ધર્મશાળા પાસે'હિટ એન્ડ રન': પાટણના પ્રોૈઢ રમેશભાઇ સોલંકીનું મોત

દર્શન કરી રોડ પસાર કરતા'તા ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડ્યો : મૃતકના વાલીવારસ હોય તો પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩૦: ચોટીલા ધર્મશાળા નજીક સાંજે હિટ એન્ડ રનની ઘટનામાં પાટણના પ્રોૈઢનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ સાંજે સાડા પાંચેક વાગ્યે ધર્મશાળા નજીક એક પ્રોૈઢ રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં પગમાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોતે ભાનમાં હતાં ત્યારે પોતાનું નામ રમેશભાઇ સોમાભાઇ સોલંકી (રહે. પાટણ) જણાવ્યું હતું અને ચોટીલા દર્શન કરવા આવ્યાનું કહ્યું હતું.

ગંભીર હાલતમાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો. મૃતદેહને સિવિલના કોલ્ડરૂમમાં રખાયો છે. મૃતકના કોઇ વાલીવારસ હોય તો ચોટીલા પોલીસનો સંપર્ક કરવો.

(11:20 am IST)