Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ત્યારે બધા ડરતા હતાં: શમા સિકંદર

ટીવી અને ફિલ્મોની અભિનેત્રી શમા સિકંદરે માત્ર સોળ વર્ષની ઉમરે ફિરોઝ ખાનની ફિલ્મ પ્રેમ અગનથી બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરીહ તી. કાસ્ટીંગ કાઉચ અંગે શમાએ સ્પષ્ટ કહ્યું હતું કે આ દૂષણનો મેં બુધ્ધીથી અને પરિપકવતાથી સામનો કર્યો હતો. શમાએ કહ્યું કે મને લાગે છે કે કાસ્ટીંગ કાઉચ વીશે આ રીતે બોલનારી હું પ્રથમ જ છું. તમને બધાને ખબર છે કે મી ટૂ આંદોલન શું કામ થયું હતું. લોકો પણ હવે આના વિશે વાતો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મી ટૂ આંદોલને બધાને હચમચાવી દીધા હતાં. અગાઉ આવી વાતો કરવા માટે કોઇપણ તૈયાર થતું નહોતું. ત્યારે બધા ડરેલા હતાં. પણ હવે આવા વિચાર સામે સોૈ લડી રહ્યા છે. બોલીવૂડમાં જ નહિ સર્વત્ર આવું દૂષણ હોય છે. બધા લોકો ખરાબ જ હોય એવું નથી. કાસ્ટીંગ કાઉચ બધા સ્થળે છે, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હમેંશા બધાનું ફોકસ રહેતી હોય છે. મે આ ફિલ્ડમાં અનેક રચનાત્મક અને પ્રતિભાશાળી લોકો સાથે પણ કામ કર્યુ છે. તેમજ અનેક અદ્દભુત મિત્રો પણ બનાવ્યા છે.

 

(9:58 am IST)
  • ચીનનો દાવો માનવામાં આવે તો આપણે ૪ કિમિ સુધી તેમની સરહદની અંદર છીએ. અને હાઈટ ઉપર રહેવાનો આપણને મોટો લાભ પ્રથમ વખત મળી રહ્યો છે access_time 9:54 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 78,168 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 37,66,108 થયો : 7,99,538 એક્ટિવ કેસ : વધુ 62,144 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 28,99,521 લોકોને કોરોનાને હરાવ્યો :વધુ 1027 લોકોના મોત સાથે મૃત્યુઆંક 66,460 થયો access_time 12:23 am IST

  • સરહદે ભારત - ચીન વચ્ચે તણાવ વધ્યો : ટેન્ક તૈનાત કર્યા : ચીની ટેન્ક અને સૈન્ય વાહન પૈંગોગ વિસ્તારના કાલા ટોપ વિસ્તાર પાસે તૈનાત છે : આ વિસ્તારને ભારતીય સેનાએ કબ્જામાં લીધો છે access_time 12:58 pm IST