Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો, પ૩ યુનિટ રક્ત એકત્ર થયું

- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમદાવાદના કાર્યકર શિક્ષકો અને હોદ્દેદારો એ રક્તદાન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી

તસવીર- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા  અને શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવની પ્રેરણાથી પ્રવર્તમાન કોવિડ -૧૯ મહામારીના વિકટ સમયમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી - અમદાવાદ ( ગ્રામ્ય ) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી - અમદાવાદ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - અમદાવાદ ( પ્રાથમિક - માધ્યમિક સંવર્ગ ) તેમજ ઋષિકેશ વિદ્યાલય , સરખેજના સંયુક્ત ઉપક્રમે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી - અમદાવાદના સહયોગથી તારીખ ૦૧ / ૦૯ / ૨૦૨૦ ના રોજ ઋષિકેશ વિદ્યાલય , સરખેજ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમદાવાદના કાર્યકર શિક્ષકો અને હોદ્દેદારો તેમજ ઋષિકેશ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ખૂબજ મોટા પ્રમાણમાં રક્તદાન કરી પ૩ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતુ. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારી રાકેશભાઈ વ્યાસ , ઈ.આઈ. કલ્પેશભાઈ રાવલ , TPEO સીટી ,  નિકુંજભાઈ પટેલ , રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ  ઘનશ્યામભાઈ પટેલ , પ્રચાર મંત્રી રાકેશભાઈ ઠાકર, જામભાઇ જાદવ તેમજ મેનેજીંગ ટ્રસ્ટી આઈ.બી.મહેતાએ ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ સુંદર આયોજન બદલ તમામ સહયોગી સંસ્થા અને કાર્યકરોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(10:07 pm IST)