Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના અભાપુરની પરિણીતાએ દહેજ પેટે 25 લાખની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર નરાધમ સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

સાબરકાંઠા:જિલ્લાના વિજયનગર તાલુકાના અભાપુર ગામની એક યુવતીને છેલ્લા ત્રણ વર્ષથી સાસરીયાઓ ધ્વારા શારિરીક અને માનસિક ત્રાસ આપી દહેજ માંગવામાં આવતુ હતું જેથી કંટાળીને યુવતીએ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ખાતે રહેતા ચાર સાસરીયાઓ વિરૂધ્ધ દહેજ ધારા અંતર્ગત વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

અભાપુરની યુવતી જયાબેન લાલજીભાઈ નિનામાએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ત્રણ વર્ષ અગાઉ તેણીના લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપર ખાતે રહેતા અમીતભાઈ ચંદ્રકાન્તભાઈ શાહ સાથે કરાયા બાદ તેણીના પતિ તથા સાસુ અને દિયર ધ્વારા અવાર નવાર જયાબેનના ચારીત્ર્ય પર શંકા કરીને મહેણાટોણા મારવામાં આવતા હતા.

(6:03 pm IST)