Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

RTE હેઠળ પ્રવેશ ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ

સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ માટેની અરજી મ.ન.પામાં બપોરે ર વાગ્યા સુધી અરજી સ્વીકારાશે

રાજકોટ તા. ર૮: ગુજરાત સરકારશ્રી દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫  ટકા મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે,ઙ્ગજે અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારાhttp://rte. orpgujarat. com/ઙ્ગવેબપોર્ટલથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં કુલ–ઙ્ગ૧૩ કેટેગરીના બાળકોનેઙ્ગRTEઙ્ગહેઠળ પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાએ સિંગલ ગર્લ ચાઈલ્ડ ધરાવતા અને એ અંગેનું સર્ટિફિકેટ મેળવવા ઇચ્છુક અને તે માટેની પાત્રતા ધરાવતા વાલીઓ આવતીકાલે તા.૨૯ ના રોજ શનિવારે બપોરે ૨.૦૦ વાગ્યા સુધી અરજી કરી શકે છે.  વિશેષમાં જો સરકારશ્રી દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવાની સમયમર્યાદામાં કોઈ ફેરફાર થશે તો રાજકોટ મહાનગરપાલિકા પણ એ મુજબ જરૂરી ફેરફાર કરશે.

રાજકોટ મહાનગરપાલિકાએ સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત સિટી સિવિક સેન્ટર ખાતે અરજી ફોર્મ અને સોગંદનામાનો નમૂનો આપવા અને સ્વીકારવા માટે વ્યવસ્થા કરાયેલ છે. સાથોસાથ અરજદારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટhttp://www.rmc.gov.in/ઙ્ગપરથી પણ ડાઉનલોડ કરી શકશે.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અને માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર શ્રી બી.જી.પ્રજાપતિ અને સહાયક કમિશનર  રવિન્દ્રસિંહ એન. ચુડાસમાએ આ અંગે સમગ્ર વ્યવસ્થા અને સંકલન ગોઠવેલ છે. મનપાએ આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે નાયબ કમિશનરશ્રીને ડેઝીગ્નેટે કર્યા છે. અરજદારોએ આ અંગેની અરજી રજીસ્ટ્રારશ્રી,ઙ્ગજન્મ-મરણ નોંધણી વિભાગ, રાજકોટ મહાનગરપાલિકાને સંબોધીને કરવાની રહેશે.RTE અંગેના ફોર્મ ભરવાની અંતિમ તારીખૅં ૨૯ હોવાથી આ બાબતે આવતી અરજીઓને અગ્રીમતા આપવામાં આવશે.

(3:42 pm IST)