Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ટેસ્લાના ચીફ એકઝીકયુટીવ સહીત સ્પેસ એક્સ ફાઉન્ડરે બનાવી અનોખી ચિપ:માણસના મગજને કોમ્પ્યુટર સાથે જોડવાનું કામ કરશે

નવી દિલ્હી: ટેસ્લાના ચીફ એક્ઝિક્યૂટિવ અને સ્પેસ એક્સ ફાઉન્ડર એલન મસ્કે મગજનો અભ્યાસ કરતી ચિપ રજૂ કરી છે. તે સિક્કાના આકારની છે. મસ્કની ટીમે ચિપને ગેરટૂડ નામના ડુક્કરના માથામાં ફિટ કરીને મગજની એક્ટવિટી કોમ્પ્યુટર સ્ક્રિન પર જોવામાં સફળતા મેળવી છે. ચિપ મગજને કોમ્પ્યુટર સાથે જોડવાનું કામ કરશે. મસ્કે લાઇવ સ્ટ્રીમ કરીને તે દેખાડ્યં હતું. જેવું ડુક્કરે માથું હલાવીને ચાવવાનું શરૂ કર્યું, તેના મગજની એક્ટિવિટી કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાવા લાગી. મસ્કનું સ્ટાર્ટઅપ ન્યૂરોલિંક એક વર્ષથી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું. વર્ષ પહેલા ન્યૂરોલિંક કંપનીએ એક ઉંદર પર ચિપનું ટેસ્ટિંગ કર્યું હતું. તે સમયે માત્ર ઉંદરના માથામાં USB સાથે જોડાયેલી ચિપનો ફોટો સામે આવ્યો હતો. વાંદરાઓ પર પણ તેનો પ્રયોગ કરવામા આવ્યો છે. હવે મનુષ્યો પર ટેસ્ટિંગનો પ્લાન છે.

(6:41 pm IST)
  • રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાને કોરોના? સિવિલ હોસ્પિટલના ડોવિડ વોર્ડમાં દાખલઃ રિપોર્ટ હજુ આવવાનો બાકી access_time 1:38 pm IST

  • દેશમાં વધતો કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 68,766 પોઝિટિવ કેસ સાથે કુલ કેસનો આંકડો 36,87,939 થયો : 7,84,539 એક્ટીવ કેસ : વધુ 64,435 દર્દીઓ સાજા થતા કુલ 28,37,377 લોકો રિકવર થયા : વધુ 818 લોકોના મોત સાથે મૃત્યુઆંક 65,435 થયો access_time 12:38 am IST

  • દેશમાં વર્ષ 2019માં 1.54 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા : વર્ષ 2019માં 4,37,396 માર્ગ અકસ્માત થયા જેમાં 1,54,732 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે 4,39,262 અન્ય ઘાયલ થયા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટામાંથી માહિતી બહાર આવી છે. : 59.6 ટકા માર્ગ અકસ્માત "હાઇ સ્પીડ" ડ્રાઇવિંગને કારણે થયા જેમાં 86,241 લોકો માર્યા ગયા હતા અને 2,71,581 ઘાયલ થયા હતા. વર્ષ 2018 માં 1,52,780 જ્યારે વર્ષ 2017 માં 1,50,093 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા access_time 12:39 am IST