Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ન્યુયોર્કના 12 માં ડિસ્ટ્રિક્ટની પ્રાઈમરી ચૂંટણીમાં આખરે સુરજ પટેલે પરાજય સ્વીકાર્યો : હજારોની સંખ્યામાં બેલેટ પેપર મોડા આવ્યા હોવાથી ફેર ગણતરી માંગી હતી

ન્યુયોર્ક : ન્યુયોર્કના 12 મા કોંગ્રેશનલ  ડિસ્ટ્રિક્ટની પ્રાઈમરી ચૂંટણી 6 જૂનના રોજ યોજાઈ હતી.જેમાં ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર શ્રી સુરજ પટેલને પરાજિત ઘોષિત કરાયા હતા.જેની સામે શ્રી પટેલે ફેર ગણતરીની માંગણી કરી હતી.જેના કારણમાં જણાવાયા મુજબ હજારો બેલેટ પેપર મોડા એટલેકે ચૂંટણીની તારીખ પછી આવ્યા હતા.જેની ગણતરી કરવામાં આવી નથી.

શ્રી પટેલની આ માંગણી પછી ફરીથી ગણતરી કરાયા બાદ 6 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરાયું હતું.તેમાં પણ તેમના હરીફ ડેમોક્રેટ ઉમેદવાર તથા વર્તમાન કોંગ્રેસ વુમન  કેરોલીન મેલોની ને 3500 મતથી વિજેતા ઘોષિત કરાયા હતા.

આખરે 27 ઓગસ્ટના રોજ શ્રી પટેલે પ્રતિસ્પર્ધી ઉમેદવારના વિજયને ટવીટરના માધ્યમથી સ્વીકાર્યો હતો.તથા પોતાને સમર્થન આપનાર તમામનો આભાર માન્યો હતો.અને જણાવ્યું હતું કે હું 2024 ની સાલમાં ફરીથી ચૂંટણી લડીશ.

(5:25 pm IST)