Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પબજી કરતા પણ છે આ સારી ગેમોઃ જેને એક વખત રમતા જ થઈ જશો તેના દિવાના

નવી દિલ્હી, તા.૩: ભારત સરકારે પબજી મોબાઈલ બેન કરી દીધી છેઃ પહેલી વખત જયારે સરકારે ૫૯ ચીની એપ્સને પણ તાજેતરમાં જ બેન કરી દીધી છેઃ ત્યારથી પબજી બેનને લઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો

હવે સરકારે ભારતની ઈંટીગ્રિટી ઉપર જોખમ બતાવીને પબજી મોબાઈલ સહિત ૧૧૮ ચીની એપ્સ બેન કરી દેવામાં આવ્યાં છે. જો તમે પણ પબજીના શોખીન છો તો તમારા માટે પબજી મોબાઈલ જેવી આ ગેમો વિશે જાણવું જરૂરી છે. એવું નથી કે આ એપ્સ પબજીનો વિકલ્પ છે. જો કે, તેમાં કેટલીક ગેમ્સ તમને પબજી મોબાઈલથી પણ વધારે સારી લાગશે.

કોલ ઓફ ડ્યુટી ઘણી જૂની ગેમ છે. કોમ્પ્યુટર, પ્લેસ્ટેશન બાદ તાજેતરમાં જ પબજી મોબાઈલ આવી છે. કેટલાક મામલામાં આ એપે પબજી મોબાઈલનો પણ રેકોર્ડ તોડી દીધો છે. આ ગેમ પોતાના શાનદાર ગ્રાફિકસ, ઈંટરએકિટવ ગેમ પ્લે અને યુનિક સ્ટ્રેટિજી બેસ્ડ મિશન માટે જાણવામાં આવે છે. આ એંડ્રોઈડ અને આઈઓએસ બંને ઉપર ઉપલબ્ધ છે.

Garena Free Fire : પબજી મોબાઈલ જેવી આ ગેમ છે અને તે પણ મલ્ટી પ્લેયર છે. તેનું બેઝિક પબજી જેવું છે. જો કે, ગ્રાફિકસના મામલામાં થોડું વિક જરૂર છે. પરંતુ તેની ગેમ પ્લે સારી છે.આ એપને પણ એંડ્રોઈડ અને આઈફોનમાં ડાઉનલોડ કરી શકાય છે.

Fortnite : ફોર્ટનાઈટને લઈને કેટલાક સમયથી વધારે કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. અમેરિકામાં તેને એપલ અને ગુગલે પોતાના સ્ટોર ઉપરથી હટાવી દીધી છે. જો કે રેવેન્યુ શેયરને લઈને તેને હટાવવામાં આવી છે. પરંતુ આ એપ હજુ પણ થર્ડ પાર્ટી પ્લે સ્ટોર્સમાં ઉપલબ્ધ છે અને તેને રમી શકાય છે. તે પણ પબજી જેવી જ ગેમ છે. પરંતુ રમવાની રીત અલગ છે. કોમ્પ્યુટર ઉપર રમી શકાય છે.

Battlelands Roayle : આ ઓનલાઈન મલ્ટી પ્લેયર ગેમમાં એકી સાથે ૩૨ પ્લેયર્સ ભાગ લઈ શકે છે. આ પબજી જેટલી મોટી તો નથી માટે ઓછા સમયમાં તમે ગેમને પુરી કરી શકો છો. આ ગેમ માટે તમારે હાઈ સ્પેસિફિકેશન્સ વાળા ફોનની પણ જરૂરત નથી રહેતી.

(10:35 am IST)