Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

દેશમાં એકસમાન વિજળીના દરની માંગણી

વન નેશન વન રેશન કાર્ડ - વન નેશન વન ગ્રીડ તો વન નેશન વન - ટેરિફ કેમ નહિ?

નવી દિલ્હી તા. ૩ : 'વન નેશન - વન રાશન કાર્ડ' અને 'વન નેશન વન ગ્રીડ' બાદ હવે 'વન નેશન વન ટેરિફ'ની માંગ જોર પકડી રહી છે.

ઉપભોકતાઓની સાથે હવે અનેક રાજ્યો પણ 'વન નેશન વન ટેરિફ'ની માંગ કરવા લાગ્યા છે. આ રાજ્યોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે નવી ટેરિફ પોલીસીમાં સમગ્ર દેશમાં વિજળીના એક સમાન દર પર વિચાર કરવો જોઇએ.

તાજેતરમાં કેન્દ્રએ રાજ્યો સાથે યોજેલી બેઠકમાં આ મુદ્દો ઉભો થયો હતો. બિહારે પણ વન નેશન વન ટેરિફની માંગ કરી હતી. એક પ્રદેશમાં પ્રતિ યુનિટ દર ૮ રૂપિયા છે. જ્યારે બાજુના રાજ્યમાં રૂ. ૬ છે તે કઇ રીતે ચાલે.

પંજાબના રાજ્ય સભાના સાસંદ શ્વેત મલિકે અનેક વખત સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમની દલીલ છે કે એક રાજ્યમાં વિજળીના દર વધુ છે અને બીજામાં ઓછા જે રાજ્યોમાં વિજળીના દર ઓછા છે ત્યાં વધુ ઉદ્યોગો સ્થપાય છે. રોજગારને કારણે પલાયન વધ્યું છે તેવામાં સરકારે વન નેશન વન ટેરિફ પર વિચાર કરવો જોઇએ.

(10:39 am IST)