Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ગુજરાત કેડરના વધુ ૧૨ અધિકારીઓને આઇએએસ તરીકે પ્રમોટ કરવા તૈયારી

કેન્દ્ર સરકારમાં યાદી બનાવી મોકલી દેવાઈ

નવી દિલ્હી : ગુજરાત વહીવટી સેવા (જીએએસ) કેડરના ૧૨ જેટલા ઓફિસરોને ગુજરાત સરકારની ભલામણ પ્રમાણે ભારતીય વહીવટી સેવા (આઇએએસ) તરીકે પ્રમોટ કરાશે. કેન્દ્ર સરકારમાં આ યાદી મોકલી દેવામાં આવી છે. આ સાથે ગુજરાત પોલીસ સેવાના કેટલાક ઓફિસરોના નામ આઇપીએસના નોમિનેશન માટે મોકલવામાં આવી રહ્યાં છે.

  સામાન્ય વહીવટ વિભાગના સૂત્રોએ કહ્યું છે કે સરકારે ૧૨ જેટલા અધિકારીઓને આઇએએસ તરીકે પ્રમોટ કરવા માટેની યાદી બનાવીને યુપીએસસીને મોકલી છે. રાજ્ય સરકાર અને કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનીંગના ટોચના અધિકારીઓ સંયુકત બેઠક યોજીને ટૂંકસમયમાં કયા અધિકારીને પ્રમોશન આપવાનું છે તેની ચર્ચા કરશે.

 નવી દિલ્હીમાં યોજાનારી યુપીએસસીની એક બેઠકમાં રાજ્યના  મુખ્ય સચિવ અનિલ મુકિમ અને અન્ય અધિકારીઓ ભાગ લેશે, જેમાં આ મુદ્દો ચર્ચાય તેવી સંભાવના છે. આઇએએસની જેમ ગુજરાત પોલીસ સર્વિસ (જીપીએસ)ના કેટલાક અધિકારીઓને પણ આઇપીએસમાં પ્રમોશન આપવાનું થાય છે. આ કેડરની ચર્ચા પણ દિલ્હીમાં કરવામાં આવશે. રાય સરકારે કેટલાક નામો ફાઇલન કર્યા છે જેમને પ્રમોશન મળશે.

 રાજ્યના  સામાન્ય વહીવટ વિભાગ દ્રારા જીએએસ અધિકારીઓની યાદી તૈયાર કરી છે કે જેમને પ્રમોશન મળવાપાત્ર છે. તેમના નામો રાજ્ય  સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન કમિટી દ્રારા ચકાસવામાં આવે છે. જે ઓફિસરની સામે ખાતાકીય તપાસ હોય તેમને આ યાદીમાંથી બાકાત કરવામાં આવતા હોય છે.

(11:02 am IST)