Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

એસબીઆઈમાં કર્મચારી-અધિકારીઓ ૬૦ના બદલે ૫૫ વર્ષે VRS લઈ શકશે

૨૫ વર્ષની નોકરી પુરી થઈ હોય અને ૫૫ વર્ષ થયા હોય તેવા કર્મચારી કે ઓફિસર વીઆરએસ લઈ શકશેઃ બાકીની નોકરીના ૫૦ ટકા પગાર મળશે અને તે પણ વધુમાં વધુ ૧૮ માસનો જ પગાર મળશે

નવી દિલ્હી,તા.૩:દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કર્મચારી અને અધિકારીઓની સંખ્યામાં પચાસ ટકા કાપ મૂકવામાં આવનાર છે. ઓફિસર કે કર્મચારીને નોકરીમાં ૨૫ વર્ષ પુરાં થયા હોય અને ૫૫ વર્ષની ઉંમર હોય તેને વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ ઓફર કરવામાં આવશે. જે કર્મચારીઓ કામ કરતા નહીં હોય, જેનું પરફોર્મન્સ યોગ્ય નહીં તેના માટે કમ્પલ્સરી રિટાયરમેન્ટ સ્કીમ આવશે આવા મેસેજ સાથેનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સત્ત્।ાવાર રીતે સપ્ટેમ્બરના અંત સુધીમાં પરિપત્ર આવે તેવી શકયતા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજમાં એવું જણાવાયું છે કે હાલના સ્ટાફની સંખ્યામાં ૫૦ ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ ૨૫ વર્ષની નોકરી પુરી થઈ હોય અને ૫૫ વર્ષ થયા હોય તેવા કર્મચારી કે ઓફિસર વીઆરએસ લઈ શકશે. બાકીની નોકરીના ૫૦ ટકા પગાર મળશે અને તે પણ વધુમાં વધુ ૧૮ માસનો જ પગાર મળશે. બાકીના સ્ટાફને પરફોર્મન્સ આધારિત પગાર આપવામાં આવશે. જે સીટીસીના ૩૦ ટકા રહેશે. આ અંગેનો સત્ત્।ાવાર પરિપત્ર સપ્ટેમ્બરના અંત સુધીમાં થાય ત્યારે વધુ સ્પષ્ટતા આવશે તેમ બેંકિંગ વર્તુળો જણાવે છે. બેંકિંગ વર્તુળોમાં એવું પણ ચર્ચાય છે કે ભવિષ્યમાં બેંક ૨૦ થી ૨૫ ટકા સ્ટાફની ઘટ સાથે ચાલશે. લોકડાઉન દરમિયાન કસ્ટમર સર્વિસ પોઈન્ટ કિઓસ્ક આઉટલેટ એટલે કે સીએસપી ચેનલ ખૂબ સફળ સાબિત થઈ છે. જેથી બેંકે આ ક્ષેત્રમાં એકના બદલે છ ર્ટિમનલ કરવાની છૂટ આપી છે. બેંકો ખર્ચ બચાવવા પાસબુક છાપવા માટે અલગ માણસો રાખતી નથી. આ કાર્યવાહી પણ મશીનથી થાય છે.

બેંકો ભવિષ્યમાં ૫૫ કે વધુમાં વધુ ૫૮ વર્ષ સુધી કર્મચારી પાસે કામ કરાવી શકશે. તેનાથી વધુ ઉંમરના પાસે કામ કરાવી શકશે નહીં. વીઆરએસ ઉપરાંત સીઆરએસ એટલે કે કમ્પલ્સરી રિટાયરમેન્ટ પણ આવશે. વાયરલ થયેલા મેસેજમાં બેંક કર્મચારીઓને માર્કેટિંગ સ્કીલ શીખી જવા અને ટેકનોલોજિથી અપડેટ રહેવા શીખી જવાની સલાહ આપવામાં આવી છે.

બેંકોમાં હાલ નિવૃત્ત્િ।ની ઉંમર ૬૦ વર્ષ છે. તેના સ્થાને બેંક તેને ઘટાડીને ૫૫ વર્ષ કરવા માગે છે. વીઆરએસની સૂચિત સ્કીમ એવી રહેશે કે ૫૫ વર્ષે નિવૃત્ત્। કરાય તો ૬૦ માસના પગાર બાકી રહે તેના બદલે ૧૮ માસનો પગાર આપવામાં આવશે. જેને ૬૦ વર્ષ પુરાં થવામાં જેટલા વર્ષ બાકી રહ્યાં તેનો અડધો પગાર મળે તેવું સંભળાઈ રહ્યું છે. હજુ કશું નક્કર નથી. સત્ત્।ાવાર પરિપત્ર આવે પછી કિલયર થશે તેમ બેંકિંગ સૂત્રો જણાવે છે.

બેંકિંગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ પ્રવૃત્ત્િ। ખાનગીકરણ તરફની દોટ છે. ઉદાહરણ સ્વરૂપે સમજીએ તો હાલમાં બેંક જે કર્મચારીને મહિને જે કામ માટે એક લાખનો પગાર આપે છે તે જ કામ ઉપરાંત વધારાનું કામ નવી ભરતી કરવામાં આવે તે કર્મચારી રૂ.૩૦ હજારના પગારમાં કરી આપે. વળી તેની પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોય તે નફામાં. સ્ટાફ ઘટાડીને ખર્ચ ઘટાડવાના લોભમાં બેંકો ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. બેંકોએ ૭૫૦ જેટલી જગ્યા બહાર પાડી છે તેમાં આવા અડધા પગારવાળા જ ભરતી થશે તેવું બેંક કર્મચારીઓ માની રહ્યાં છે.

(11:04 am IST)