Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

લોકસંગીતએ સૌરાષ્ટ્ર-કચ્છની જાગીર છે - કીર્તીદાન : વિખ્યાત ફોક સીંગર કિર્તીદાન ગઢવી સાથે ડો. વ્યાપ્તી જોષી (દુબઇ)નો ઓનલાઇન વાર્ર્તાલાપ

ગાયકી સિવાયના પોતાની જિંદગીના અંતરંગ પાસાઓ પ્રથમ વખત લોકો સમક્ષ મૂકતા કિર્તીદાન ગઢવીઃ પરમાત્મા દરેકને જીવનમાં એક તક આપે છે, આ તકને ઝડપી લેવી જોઇએ, ધો.૧૨ પછી તમારૂ જીવન સુધરી પણ શકે અને બગડી પણ શકે, આ ૫ વર્ષના સમયગાળામાં તમારી મહેનત સાથે કોઇ સાચો માર્ગદર્શક મળી જાય તો તમારૂ જીવન સફળ બની જાયઃ સંગીત તમને આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મૂકિત અપાવેઃ પૂર્વ જન્મેલા એવા પૂણ્ય કર્યા હોય તો તમને સંગીત વારસામાં મળતુ હોય છેઃ મારા પરિવારે મને કિર્તી બનાવ્યો અને શ્રોતાઓએ મને કીર્તીદાન બનાાવ્યોઃ સંગીત સાધનાથી તમને દરરોજ નવુ શીખવા મળેઃ સંગીતક્ષેત્રે હું ૨૨ વર્ષથી છુ, હું જીવનભર ગીતો ગાઇ શકીશ એવી મને શ્રધ્ધા છે અને શ્રોતાઓને ખુશ કરી શકીશઃ નવા કલાકારોએ સફળતાને પચાવવી પડે, ધરતી સાથે જોડાયેલા રહો સંગીતનો વારસો મને વારસામાં મળેલો, લોકસંગીત મારામાં હતુ પરંતુ કલાસીકલ સંગીતથી મને ખુબજ પ્રોત્સાહન મળ્યું: સંગીતમાં કયારેય અભિમાન કરવું જોઇએ નહિ, સંગીત મને દરરોજ કંઇકને કંઇક નવુ શીખવે છેઃ 'નગર મેં જોગી આયા' ગીત મેં મારી કાબેલીયત મુજબ ગાયુ અને આજે એ મારૂ બ્રાન્ડ બની ગયું છે.

રાજકોટઃ તા.૩, ડો. વ્યાપ્તિ જોશી મૂળ મહેસાણાના વતની છે અને દુબઈમાં સ્થાયી થયેલ છે. તેઓ ડિવાઇન એન્ટરટેઇનમેન્ટ અને ડિવાઇન મેનેજમેન્ટના સ્થાપક અને મેનેજિંગ ડાયરેકટર છે. ડો. વ્યાપ્તિબેન આયુર્વેદિક કન્સલ્ટન્ટ હોવાની સાથે યોગા અને પ્રાણાયામ સહિત રેયકીના પણ માસ્ટર છે. તેઓ દુબઈમાં મોટા ગજાના એન્ટરટેઇનમેન્ટ ને લગતા કાર્યક્રમો કરવા માટે પ્રસિદ્ઘ છે. આ લોકડાઉન દરમિયાન ડો. વ્યાપ્તિબેને તેમના ફેસબુક પેજ પર અનેક પ્રસિદ્ઘ હસ્તીઓના ઇન્ટરવ્યૂ કર્યા છે, જેમાંનો આ એક વિશ્વવિખ્યાત લોકગાયક કિર્તીદાનભાઈ ગઢવીના ઇન્ટરવ્યૂની ઝલક અહીંયા રજૂ કરવામાં આવી છે.

 આમ તો કીર્તિદાનભાઈના સેંકડો ઇન્ટરવ્યૂ થયા છે પણ આ ઇન્ટરવ્યુમાં ડો. વ્યાપ્તિબેને તેમની કુશળ શૈલીમાં કીર્તિદાનભાઈના લોકગાયકી સિવાયના તેમની જિંદગીના અનેક અવનવા પાસાઓ લોકો સમક્ષ રજૂ કર્યા હતા, જે આજે અહીંયા આપ સૌ વાચકો સમક્ષ સાભાર રજૂ કરવામાં આવી રહ્યું છે.

જેમની કીર્તિ દરેક દેશમાં વિદેશમાં જેનો પહેલા પંચમ ફેલાયો છે કે જેમના નામમાં પણ કીર્તિ છે લોકસંગીત અને જે લોક સંગીત લોક ડાયરો અને જે લોકોના હૃદયમાં વસે છે જેમના એક એક ગીત ઉપર જેમના એક એક રાગ ઉપર લોકો ઝુમી ઉઠે છે જે નવરાત્રિમાં લોકોની અંદર અનેક લોકોની અંદર અને લોકોના દિલમાં વસે જય માતાજી મજામાં છો આપનું હાર્દિક સ્વાગત છે અને આપનો કિમતી સમય તમારા હૃદયના દરેક લોકોને આપણા ભારતીયોને આપવા બદલ અને દ્યણું બધું આપે લોકસંગીત તને લોકગીત માટે કરે છે એના બધા અમે આપના ઋણી છીએ. તમારા પરીચયની  લોકોને જરૂર  છે જ નહિ કેમકે  દેશ વિદેશમાં બધા લોકો આપને જાણે છે. કીર્તીદાનજી  તમારા નાનપણની થોડી વાતો જાણીશું  કેવા હતા કે તમે નાનપણમાં કેવા હતા નટખટ તોફાની મસ્તી મસ્તી ખોર હતા. આ તકે કિર્તીદાન ભાઈએ જણાવેલ કે તમે જે બધા ઉપકરણો મારા માટે કહ્યા તે બધું જ મારામાં હતું એકદમ ધમાલ વાળી લાઈફ હતી સ્કૂલ અને કોલેજોમાં ધમાલ કરી હતી. સ્કુલ-કોલેજોની યાત્રા એકદમ તોફાની હતી.

ડો. વ્યાપ્તી જોષીએ પ્રશ્ન કર્યો કે એવું કંઈ તોફાન કે ટીચર તરફથી તમને ઠપકો મળ્યો હોય પપ્પા મમ્મી તરફથી ઠપકો પડે એવું કઈ યાદ આવતું હોય તો તેવા પ્રસંગે જણાવો? કિર્તીદાને કહ્યું કે શિક્ષક તરફથી તો મને બે ચાર વાર ઠપકો મળતો પરંતુ ઘરમાં મને ઠપકો નથી મળેલો આણંદ જિલ્લાનું મારું વતન છે અને ત્યાં અમારી સ્કૂલ ની બાજુમાં એક નાનું ગામડું છે સ્કૂલ પૂર્ણ થયા બાદ છોકરાઓ વાળીને ખેતરોમાં રમવા ચાલ્યા જતા બાર વાગ્યે, ચાર વાગ્યે રિશેષ પડતી અને પાંચ વાગ્યે સ્કૂલ પૂરી થાય સ્કૂલની બાજુમાં એક બોરડીનું ફાર્મ હતું ત્યાં બહુ જ સારા બોર ઉગતા હતા તો ચાર વાગ્યા ની રિશેષ માં અમે અમારા સ્કૂલની બાજુમાં એક પરિવાર હતું ત્યાં બેગ મૂકી અને એને કહ્યું કે હું હમણાં અડધી કલાકમાં આવું છું તે સમયે ઘડિયાળ પણ ન હતી કે સમયનું પણ ભાન ન હતું તે દિવસે અમારે છ વાગી ગયા હતા અને સ્કૂલ પણ છૂટી ગઈ હતી. ઘરેથી અમને ગોતવા નીકળ્યા હતા કે આ છોકરાઓ કયાં ગયા પરિવારજનોએ સ્કૂલની બાજુમાં આવેલ ઘરમાં પૂછ્યું કે આ છોકરાઓ ગયા કયાં તો ત્યાંથી એમ કીધું કે કીર્તિ ચાર વાગ્યે આવ્યો હતો અને સ્કુલ બેગ મુકી અને કહીને ગયો કે હમણાં આવું છું હજી સુધી આવ્યો નથી ત્યારબાદ હું મારા સગાને ત્યાં ઘરે ગયો અને મેં કહ્યું કે મારી સ્કુલ બેગ તો મને એમ કહ્યું કે એ તો તમારા દ્યરના પરિવાર માંથી લઈ ગયા છે અને હું મારા ઘરના તમામ સભ્યો થી ખૂબ જ ડરતો હતો હવે હવે ઘરે કેમ જાવું તો હું વિચારવા લાગ્યો મારા ગામમાં મારા સગા માસી રહેતા હતા હું એમના ઘરે ગયો અને મને મારા ઘરે જવાની હિંમત ન ચાલી રાતના આઠ વાગી ગયા હતા અને મારા મમ્મી મારા માસીના ઘરે આવ્યા ત્યારે ફોન કે મોબાઈલ કેવી કોઈપણ જાતની વ્યવસ્થા ન હતી આ વાત હું તમને લગભગ ૨૮ વર્ષ પહેલાની કરું છું પછી મને મારા મમ્મી લેવા આવ્યા અને કહ્યું કે તને ઘરે કોઈ પણ કંઈ કહેશે નહીં તું ઘરે ચાલ પછી અને મારા જે હાલ થયા હતા એ હું જ જાણું છું એટલે આ પ્રસંગ મારા જીવનમાં કાયમ યાદ રહેશે મારા મમ્મી પપ્પા તરફથી મને ખૂબ જ મેથીપાક મળેલો છે.

પ્રશ્નઃ તમે આણંદ જિલ્લામાં અભ્યાસ કર્યો ત્યાંથી તમારા બેકગ્રાઉન્ડ મ્યુઝીક કેમકે તમારા પિતા પણ લોક ગાયક હતા જેથી તમને પરિવારમાં વારસામાં જ સંગીત મળેલું છે તમે તમારા નાનપણમાં તમારા પિતા સાથે કાર્યક્રમોમાં પણ જતા હતા ત્યાર પછી એક રસ્તો જયારે પસંદ કરવાનો હોય ભણતરને બાજુમાં મૂકી અને મ્યુઝિક તરફ વળવાનો વિચાર કેવી રીતે આવ્યો અને તેમાં કોઈ અડચણો આવી હતી ખરા ? આ પ્રશ્નના જવાબમાં કિર્તીદાન એ કહેલ કે અડચણો તો ઘણી જ આવી હતી મેં આણંદમાં બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો ત્યાં એક સંગીતની કોલેજ હતી અને ગુરુજી પાસે ગઈ અને કહ્યું કે મારે સંગીત શીખવું છે મારુ એડમિશન બીજી કોલેજમાં હતું અને હું સંગીત ના બીજા કલાસમાં બેસતો હતો મને એફવાય બીકોમમાં બે થી ત્રણ વિષયોમાં એટીકેટી આવી હતી મને ઘરના પરિવારજનોએ કહ્યું કે હવે તો કોલેજ નહીં થાય ને એ દરમિયાન હું વિચારતો હતો કે મારે અભ્યાસ ક્ષેત્રે કે કલા ક્ષેત્રે આગળ વધુ છે કારણકે મારે સંગીત ક્ષેત્રે જ લાઇફ બનાવી હતી મારા મિત્રોએ પણ મને સલાહ આપી કે છે  સંગીત  ક્ષેત્રે જ આગળ વધવું હોય તો બરોડામાં ક્ષેત્રની મોટી કોલેજ છે આ કોલેજ લગભગ ૭૦ વર્ષ જૂની છે સંગીત ક્ષેત્રે આગળ વધવા ને મારા પરિવારજનોને જણાવ્યું તો મને મારા દાદી અને અનેક લોકોએ કહ્યું કે સંગીતથી જ થોડું ઘર ચાલે મોટાભાઈ મારા મોટાભાઈ નોકરી કરતા શિવ કોલેજ કરતા કરતા સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતા હતા મેં મારા ઘરની ચિંતા ન કરીશ અને જો તારે સંગીત ક્ષેત્રે જ આગળ વધવું હોય તો પૂરી લગન અને નિષ્ઠાથી કરજે મેં મારા મોટા ભાઈને વચન આપ્યું કે હું પૂરી લગન અને નિષ્ઠાથી સંગીત ક્ષેત્રે આગળ વધી અને પૂરી મહેનત કરીશ અને તેમને કરી પણ ખરા ત્યારથી મારા જીવનમાં પરિવર્તન આવ્યું. જો તે સમયે હું બી.કોમ ની પરીક્ષા માં પાસ થઈ ગયો હોત અને તો આ સમયે કોઈ કંપનીમાં કલાર્ક તરીકે નોકરી કરતો હોત પરંતુ પરમાત્મા તમને જીવનમાં એક એવો મોકો આપે છે કે તમારે નિષ્ઠાથી જે કરવું હોય તેના માટે એક ચાન્સ પરમાત્મા જરૂર ને જરૂર આપે છે આ તકને તમારે ઝડપી લેવી જોઈએ બસ ત્યારથી જ મારા જીવનમાં સંગીતને યાત્રા શરૂ થઈ ગઈ એ સમયે મેં મારા મગજની નહીં પણ મારા દિલની વાત સાંભળી હતી મારું કહેવું એ છે કે ધોરણ ૧૨ પછી તમારી લાઈફ સુધરી પણ શકે છે અને બગડી પણ શકે છે અને પાંચ વર્ષ દરમિયાન જો તમને કોઈ સાચો માર્ગદર્શક મળી જાય તો તમારું જીવન સફળ બની જાય છે.

ડોકટર વ્યાપી જોશીએ વધુ એક પ્રશ્ન પૂછતા કહ્યું કે કિર્તીદાન ભાઈ તમે સંગીત ક્ષેત્રની એમ.એસ.યુનિવર્સિટીમાં પાંચ વરસ સંગીતની સાધના કરી હતી છતાં પણ તમે એક લોક ગાયક છો લોક સંગીતને ખૂબ જ પ્રમોટ કરો છો એક ગુજરાતી તરીકે તો મારે એ પૂછ્યું છે કે આપણે જયારે લોક ગીત ગાતા હોઇએ છીએ ત્યારે તેની અંદર આપણા જે રાગ છે આપણી જે સરગમ છે મ્યુઝિકનું શાસ્ત્રીય સંગીત છે તમે તેનો મેળ જે આપનો બેસ્ટ ટર્નિંગ પોઈન્ટ છે તે શિવરંજની રાગ નું ગીત નગર મે જોગી આયા તેની અંદર તમે ખૂબ જ સરસ કલાકૃતિ બતાવી છે તેના થોડા શબ્દો સંભળાવશો? ત્યારબાદ કિર્તીદાન એ કહ્યું કે સંગીત તો મારા લોહીમાં હતું મને મારા સદગત પિતાશ્રીએ કહ્યું કે જો તારે સંગીત ક્ષેત્રે જ આગળ વધુ હોય તો તું નિષ્ઠાથી સંગીતનો અભ્યાસ કરજે આ સંગીતનો પાંચ વર્ષનો અભ્યાસ તને આખી જિંદગીમાં કામ લાગશે સંગીતની કોલેજમાં ઘણા બધા ભાગો શીખડાવવામાં આવે છે પરંતુ તેમાંથી એમાં ઘણા બધા રાગો છે જે હું મને ઓછા ગમે છે મારે જે જોઈતું હતું તે મેં પાંચ વર્ષમાં શીખી લીધું. ત્યારબાદ મને એમ થયું કે હવે હું કલાસિકલ સંગીત શીખવા ને લાયક થઈ ગયો છું સંગીત માં કયારે અભિમાન કરવું ન જોઈએ કારણકે સંગીતમાં આપણે જેને સરસ્વતી માનીએ છીએ તેવા લતા મંગેશકર જી આજે પણ એવું કહે છે કે હું કંઈક નવું શીખવું છું લોક સંગીત મારામાં હતું પણ કલાસિકલ સંગીત એ મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે આજે કોઈપણ સંગીત પ્રેમી ને સંગીત ની પૂરી જાણકારી હોતી નથી પરંતુ સાંભળનાર વ્યકિતને સાચો સુર લાગે એ એને પસંદ પડે એ જરૂરી છે આમ મારો સંગીતનો અભ્યાસ મને ખૂબ જ કામ લાગ્યો અને મને કીર્તિમાંથી કિર્તીદાન બનાવ્યો ગીત-સંગીત મારા પરિવારની જાગીર  છે. કીર્તીદાનને એક દાખલો આપતાં કહ્યું કે એક ૫૦૦ વાર નો પ્લોટ હોય તેમાં એક કડીયો પણ મકાન બનાવી આપે અને એક આર્કિટેક પણ મકાન બનાવી આપે પણ સુંદરતા જે આર્કિટેક બનાવે તેની વધુ હોય છે બાકી મજબૂત બાંધકામ તો કડીયો પણ  કરી શકે આમ લોકસંગીત મારામાં હતું જે કલાસિકલ સંગીત તાલીમ દ્વારા મારુ ગીત પ્રોપર લાગે તો કોને ગમે આજે દર્શકોએ એટલું બધું સંગીત શીખેલું નથી પણ સારો અને સાચો સુર લાગે તો તેને સીધી અસર કરે છે કલાની બાબતમાં કોઈપણ એકટર હોય તો તેને ફિલ્મ જોઈએ કોઈ સારો રાઇટર હોય તો તેને સારું ગીત જોઈએ એમ ભજનની દુનિયામાં સંગીત તે ડાયરા ની દુનિયા માં એવું ભજન હોવું જોઈએ કે તેના નામે એ વ્યકિત ઓળખાય મારા પહેલા આખા ગુજરાતના નગરમે જોગીઆયા ની હું એક વાત કરું તો આખા ગુજરાતના તમામે તમામ કલાકારોેએ ગાય લીધા બાદ બે વર્ષ બાદ મેં ગીત ગાયું મે મારી કાબેલિયત મુજબ ગીત ગાયું અને એ બ્રાન્ડ બની ગઈ આજે હું પંદર વર્ષથી નગર મે જોગી આયા ગીત ગાઉં છું હજુ સુધી એક પણ પ્રોગ્રામ મારો દેશમાં હોય કે વિદેશમાં હોય એક પણ શો એવું નથી ગયો કે જયાં નગરમે જોગીઆયા ની ફરમાઈસ ન થઇ હોય પરંતુ દરરોજ મને કંઈક નવું નવું સૂઝે છે એ મારા સંગીતનો અભ્યાસ છે.

 એક પ્રશ્નના જવાબમાં કિર્તીદાનને કહ્યું કે સંગીતને જો તમારે પ્રોફેશન તરીકે લેવું હોય તો  શીખવું જ પડશે એ જરૂરી છે અને જો તમે શોખથી ગાવતો ગાવામાં મારી દ્રષ્ટિએ સંગીત નું અપમાન એટલા માટે નથી થતુ કારણ કે તેને ખ્યાલ નથી પરંતુ જો ઇરાદાપૂર્વક જો તમને ખ્યાલ છે તમે બેસૂરા છો અને તમે છતાંય તમે ગાવ છો તો મેં વિદ્વાનો પાસેથી એવું સાંભળ્યું છે કે જે તમે બોલો તે આ શબ્દોનો યોગ્ય જગ્યાએ બોલાય જાય તો શબ્દોનો પણ તમને દોષ લાગે છે અમુક જગ્યાએ કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ ભેરવી ગવાય અને પછી તેમ છતાંય કેટલાક લોકો ફરમાઈશ કરતા હોય કે જો આ બાકી રહી ગયું આ બાકી રહી ગયું એટલે હું એમ કહું છું કે તમને ખબર નથી પણ અમે સંગીતના જાણકાર છીએ અને થોડું-ઘણું સંગીત જાણું છું એટલે ઘણા ને એવી પીડા ભોગવવી પડતી હોય છે અને રહી વાત તો શીખવાની તો તમારે પ્રોફેશન તરીકે સંગીત અપનાવવું હોય તો ગુજરાત નવા કલાકારો છે  તે બધાને વિનયપૂર્વક કહું છું કે તમે સંગીત શીખો કારણકે સંગીત જ એવી વસ્તુ છે કે તમને પરમાત્માએ આપેલું દસ-વીસ ટકા આપ્યું છે તો તમે શીખી  શકો બાકી ખાલી બેસવુ જ હોય તેને ૫૦ વર્ષ શીખવાડો તો પણ તે સંગીત શીખી શકશે નહીં પણ પરમાત્માની જો તમારા ઉપર કૃપા હોય અને તમને સંગીત વારસામાં મળેલું હોય તો તો તેને ડેવલોપ જ કરવું જોઈએ. સંગીત સાધના છે કે તમને દરરોજ નવું નવું કંઈક શીખવા મળે છે અમારા ફિલ્ડમાં કેટલાય એવા કલાકારો છે કે તે બે-ત્રણ ગીતોથી સ્ટાર બની જતા હોય છે ત્યારબાદ તેના કેટલાય કાર્યક્રમો  હતા ને જોયા છે આપણે એવું ઈચ્છીએ નહીં કારણકે મને કોઈની ઈર્ષા થતી નથી કે હું કોઈની ઈર્ષા કરતો નથી એવો મારો સ્વભાવ જ નથી કારણકે મને પાકો ખ્યાલ છે મારા ભાગ્યમાં છે એ મને મળવાનું જ છે કોઈના પ્રોગ્રામો બંધ કરાવવા હવે મારો સ્વભાવ કયારેય નથી કોઈની પણ નિંદા કરવી એ પણ મારો સ્વભાવ નથી પણ મને એટલો ખ્યાલ છે કે હું આ લાઇનમાં બાવીસ વર્ષથી છું તો બાવીસ વર્ષના પ્રોસેસ પછી છેલ્લા ૧૦ વર્ષ તમે સારામાં સારો સમય ભોગવ્યો અને બીજો દસકો મારો ચાલુ છે આ પ્રોસેસમાંથી હું પસાર થયો છું એટલે આખી જિંદગી હું ગાય શકીશ એવી મને શ્રદ્ઘા છે અને શ્રોતાઓને ખુશ કરી શકીશ જયારે નવા કલાકારો રાતોરાત સોશિયલ મીડિયાના માધ્યમથી આવતા હોય છે લાખો-કરોડો દર્શકો થઈ જાય હવે પ્રોગ્રામમાં તો આખી રાત ગાવાનું હોય એક બે ગીતો ગાય ને પૂરું કરવાનું ન હોય પછી કેટલાય કલાકારોને મૂંઝાતા જોયા છે એનું કારણ એ છે કે એ બે ગીત ગાય પછી શું એટલે બે-પાંચ કે દસ વર્ષની પ્રોસેસમાંથી જે આવતા હોય છે નાનામાં નાના તે ઉપરથી કે ૫૦ લોકો વચ્ચે ગાય એ ૫૦૦ લોકો વચ્ચે અત્યારે મારા કાર્યક્રમોને મેં પોતે યુ-ટયુબ ઉપર નિહાળ્યા તો ૫૦ હજાર કે લાખો લોકો જોયા છે, ડાયરાના પ્રોગ્રામો રાત્રે નવ દસ વાગ્યે શરૂ થતા હોય છે અને મોટાભાગે આખી આખી રાત ચાલુ હોય છે આવા સમયે અમારે કોઈ ચોપડા ગોતવા ન પડે પરમાત્માએ એ પ્રોસેસ થી આવડી જતું હોય છે એટલે કોઈ પણ લાઇનમાં પ્રોસેસ જરૂરી છે સાથોસાથ સફળતા ને પચાવવી પણ ખૂબ જ જરૂરી છે ધરતી સાથે વધારેમાં વધારે જોડાયેલા રહો તો જ તમને એ સાથ આપે છે અમે ગુજરાત નું ઋણ ચુકવ્યું છે કે અમે જે માતૃભૂમિમાં જન્મયા જે વતનમાં લોકસંગીત અમોને પ્રાપ્ત થયું એના ચરણોમાં એની સેવા કરવાનો અમને અવસર મળ્યો છે પરમાત્માએ જે  આપ્યું છે એ લોકો સુધી વહેંચવાનો મેં પ્રયત્ન કરી રહ્યા છીએ.

 ખુબજ વિખ્યાત ગીત હે જગત જનની વિશે કિર્તીદાન એ કહ્યું કે સંગીત એવું જરૂરી નથી કે કોઈ પણ ગુરુ પાસે શીખવું જોઈએ તમે સાંભળીને પણ સંગીત શીખી શકો છો નારાયણ સ્વામી બાપુ કલાસિકલ સંગીત ખૂબ જ સાંભળતા તેઓએ સાંભળીને કરી રાગ આધારિત ભજનોની પરંપરા શરૂ કરી.

 તમારા જીવનમાં કોઈ ગોડફાધર ખરું? આ પ્રશ્નના જવાબમાં કિર્તીદાને કહ્યું કે ઘણા બધા એવા વ્યકિતઓ છે કે મારી આ યાત્રાની સકસેસફુલ બનાવી છે અને તેઓના મને આશીર્વાદ મળ્યા છે સૌપ્રથમ તો મારા ઘરમાંથી જ મારા પૂજય મોટા ભાઈ મારા સ્વર્ગસ્થ પિતાજી લોક ડાયરાની દુનિયામાં મને લઈ આવનાર વઢવાણના સ્વર્ગસ્થ જયદેવ ગઢવી કે જેઓનું ચારથી પાંચ વર્ષ પહેલાં જ નિધન થયું તેઓએ તેમની સાથે મને સતત બે વર્ષ રાખ્યો હતો સૌરાષ્ટ્ર-કચ્છમાં કે કોઈપણ જગ્યાએ કાર્યક્રમ હોય તેઓ મને સાથે જ રાખતા હતા લોકસંગીતના ઘણા ડાયરાઓ અને તેઓની સાથે કર્યા હતા ત્યાર પછી બરોડામાં મારું માસ્ટર ડિગ્રી પૂર્ણ થયું મને ભાવનગરના શિહોરમાં નોકરી મળી સંગીતના લેકચરર તરીકે ત્યાં મારો પરિચય થયો સ્વર્ગસ્થ ઇશ્વરદાન ગઢવી સાથે જેવો ભાવનગરના લોક સાહિત્ય કાર હતા તેઓની સાથે પણ બે વર્ષ રહ્યો અને તેઓના મારા ઉપર ભરપૂર આશીર્વાદ રહ્યા મારું તો એટલું જ કહેવું છે કે પરમાત્માના આશીર્વાદ જે કોઈને પણ મળતા હોય છે તેઓને કોઈપણ પ્રાંત કે જાતિવાદ જ્ઞાતિવાદ કોઈ વસ્તુ રોકી શકતી નથી કારણકે મારા આવ્યા એ પહેલા સૌરાષ્ટ્રમાં લોકસંગીત એ સૌરાષ્ટ્ર-કચ્છની જાગીર છે મારૂ મોસાળ સૌરાષ્ટ્રમાં છે. કિર્તીદાન એ કહ્યું કે સંગીત એવી જ વસ્તુ છે કે જે તમને આધિ-વ્યાધિ-ઉપાધિ માંથી મુકિત અપાવે છે. લોકડાઉનમાં પણ મેં લોક સાહિત્યકારો સાથે યુ-ટયુબ ઉપર સંગીતની ચર્ચા કરતો સાથોસાથ ગીત-સંગીત પણ પિરસ્તો હતો સંગીત એ એવી વસ્તુ છે કે તમને તનાવ માંથી મુકત રાખી શકે છે અને પૂવજોએ એવા પુણ્ય કર્યા હોય ત્યારે જ તમને સંગીત વારસામાં મળતું હોય છે.

 ડો.વ્યાપ્તી જોશીએ કહ્યું કે  તમારૂ ઘર રાજકોટમાં છે અને તેનું નામ 'સ્વર' કેમ રાખ્યું અને તેની પાછળનું કારણ શું છે ? તેના જવાબમાં કિર્તીદાન એ કહ્યું કે મારા ધર્મપત્ની સોનલે મારા મકાન નું નામ પર રાખ્યું છે અમે વિચાર કરતા હતા કે મકાન ઉપર નામ શું રાખવું તેણે  એક વાકયમાં સમજાવ્યું કે   કીર્તિ તરીકે તો તમને તમારા માતા-પિતા અને મિત્રો ઓળખે છે કીર્તિમાંથી કિર્તીદાન તરીકે તમને જે કોઈ ઓળખે છે તે તમારા ઘરના માધ્યમથી જ ઓળખે છે જે  મળ્યુ છે એ મને મારા તમારા માવતરના આશીર્વાદથી મળ્યું છે.  જે કઈ પણ સામ્રાજય બન્યું છે એ મારો પરિવાર ઘર બન્યું છે એ પણ મારા સંગીતના પૈસાથી જ બન્યું છે મારા અને મારા પરિવાર ઉપર ઈશ્વરની જ કૃપા છે તો કહું છું કે મારા જીવનમાં મારા પત્ની ના આવ્યા બાદ ભગવાનનો ભાગ કયો છે તેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે દર મહિને વીસ-પચ્ચીસ  કાર્યક્રમો કરતો  ત્યારે મને આ દસ વર્ષના સમયગાળા દરમ્યાન કયારેય મને દ્યરની જવાબદારી આપી નથી કયારેય પણ મને કોઈપણ જાતની ફરિયાદ કરી નથી અને મને મજબૂત રીતે સપોર્ટ આપ્યો છે તેના ફળસ્વરૂપે મને આજે આટલો પ્રેમ અને સફળતા મળી છે.

  નવરાત્રિમાં ગોરી રાધાને કાળો કાન ગીત સંદર્ભે કિર્તીદાન અને કહ્યું કે લાડકી ગીત મારો પરિચય સચિન અને જીગર સાથે થયો કે જેવો સંગીતકાર તરીકે પ્રસ્થાપિત છે એક ગીત માટે મને ફોન આવ્યો કે આ ગીત તમારે જ આવવાનું છે આખું ગીત અમે કમ્પોઝ કરી નાખ્યું પણ ગરબો દેશ અને દુનિયામાં ખૂબ જ પ્રસ્થાપિત થઈ ગયું હતુ.

 

મારી લાડકી..... ગીતએ રાષ્ટ્રગીત બની ગયું : સંગીતકાર સચીન અને જીગરે રાજકોટ આવી ગીતનું રેકોર્ડીંગ કરેલુઃ દીકરીનો કોઇપણ પ્રસંગ હોય ઘરે-ઘર આ ગીત સાંભળવા મળે છે : કીર્તીદાન

રાજકોટઃ સમગ્ર દેશ વિદેશમાં ખૂબ જ વિખ્યાત પામેલું 'મારી લાડકી' ગીત વિશે કિર્તીદાન એ કહ્યું કે સચિન અને જીગર આ ગીત માટે કોઈ મજબૂત અવાજ ગોતતા હતા. જિગરના પત્ની પ્રિયા અને અમે ૨૦૦૭ કે ૨૦૦૮માં સુરતમાં નવરાત્રી સાથે કરેલી ત્યારે તેને મારા અવાજ નો પરિચય હતો તેણે સંગીત તેણે જીગર અને સચિનને મારી વાત કરી બે મહિના બાદ અમારો સંપર્ક કર્યો અને ત્યારબાદ અમે અમદાવાદની એક હોટલમાં મળ્યા અને કહ્યું કે આવું એક ગીત આપણે કરવું છે તો કયારે મેં આખા ગુજરાતના હાલારના કચ્છના સૌરાષ્ટ્રના ઉત્ત્।ર ગુજરાતના ના લોક સંગીતના થોડા થોડા ગીતો રજૂ કર્યા અને કહ્યું કે આમાંથી તમારે કયું ગીત કરવું છે ? તે સમયે અમે મણિયારો ગીત નક્કી કરેલું તે સમયે મારે દરરોજ અનેક કાર્યક્રમો યોજાતા હતા તેમણે મને મુંબઈમાં રેકોર્ડિંગ અને અને શૂટિંગની તારીખો આપી હતી મુંબઈ છે ગીત ગાય એવો ત્યારબાદ મને સચિનનો ફોન આવ્યો કે હવે  આખું ગીત   ચેન્જ કરવું છે બાપને દીકરીના પ્રેમના સંબંધ લાડકી નામ નું ગીત આપણે કમ્પોઝ કરવાનું છે અને નવું જ ગીત બનાવવાનું છે ત્યારે મેં કહ્યું કે હાલમાં મારે ખૂબ જ કાર્યક્રમો છે અને હું તો હમણાં મુંબઈ આવી શકીશ નહીં જો તમારે મારો જ અવાજ જોઈતો હોય તો તમે રાજકોટ આવી શકો છો આપણે રાજકોટના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરીશું તો લાડકી ગીત માં જે ની ગીત ગાયું છે એ રાજકોટનું યશ સ્ટુડિયો માં રેકોર્ડિંગ થયેલું છે ત્યારબાદ શૂટિંગની તો તારીખ મને આપેલી હતી અને શૂટિંગમાં હું પહોંચી ગયો હતો આ ગીત હું  મને એટલા માટે કાયમ યાદ રહેશે કારણકે કેટલા લોકોએ આ ગીત સાંભળ્યું અને દીકરીનો કોઈ પણ  પ્રસંગ  હોય  આ ગીત સાંભળવા મળે છે.  લોકોએ એવું કહ્યું કે દીકરી માટેનું આ લાડકી ગીત એક રાષ્ટ્રગીત થઈ ગયું છે.

 

ઓસ્ટ્રેલીયામાં એ દિવસ યાદગાર બની ગયો : એ દિકરીએ જીવનના અંતિમ શ્વાસ સુધી'મારી લાડકી' ગીત સાંભળ્યુઃ આ દિકરીના ફોટા સામે દિવો કરી લાડકી... ગીત ગાયુ તો મારી સાથે આખો પરિવાર ચોધાર આસુએ રડતા-રડતા મારી સાથે ગીત ગાતો હતો

રાજકોટઃ ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે કિર્તીદાન ગઢવી પ્રી- નવરાત્રીમાં ગીતો પીરસવા જાય છે પરંતુ તેઓએ એક એવો યાદગાર પસંદ રજુ કરતા કહ્યું કે પર્થમાં એક પરિવાર કીર્તીદાનને બોલાવવા વારંવાર વિનંતી કરતું હતું પરંતુ તેઓની સાથે ના આયોજકો એ ઈ-મેલથી આ શકય ન હોવા અનેક વખત જણાવ્યું પરંતુ કિર્તીદાન જયારે એરપોર્ટ ઉપર હતા ત્યારે તેઓને ફોન આવ્યો અને આ પરિવારે કિર્તીદાન સાથે વાત કરી અને કહ્યું કે મારી નાનકડી આઠ માસની દીકરીનું અવસાન થયું છે . જયાં સુધી એ જીવતી રહી ત્યાં સુધી દરરોજ તેમણે આ ગીત સાંભળીને જ સૂતી હતી જેથી અમારા પરિવારની ઇચ્છા છે કે તમે મારી દીકરી ના ફોટા સામે આ ગીત રજૂ કરો જો તેના ફોટા સામે દીવો કરી અને ગીત ગાવ તેને મોક્ષ મળી જશે.  આવી વાત સાંભળી કીર્તીદાન એરપોર્ટ થી સીધા આ પરિવારના ઘરે પહોંચી ગયા અને એ દીકરીના ફોટા સમક્ષ દીવો કરી અને અને મારી સાથે આ પરિવારજનોએ પણ રડતા રડતા જે ગીત ગાયુ હતુ. આમ આ મારા જીવનનો એક યાદગાર ક્ષણ બની ગયો હતોે. ત્યાંથી જ સચિન અને જીગર ને ફોન કરી અને સંપૂર્ણ વાત કરી હતી અને આ ઘટના મારા જીવનની સૌથી શ્રેષ્ઠ ઘટના બની ગઈ હતી.

(5:15 pm IST)