Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

છેલ્લા ૨૪ કલાકમાં ૮૩,૮૮૩ કેસઃ ૧,૦૪૩ દર્દીઓનાં મોત

નવી દિલ્હી, તા.૩: દેશમાં કોરોના વાયરસના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકોર્ડ બનાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ રેકોર્ડબ્રેક છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા પાઙ્ખઝિટિવ કેસ અત્યાર સુધીના સૌથી વધુ છે. ગુરૂવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૮૩,૮૮૩ નવા કેસ નોંધાયા છે અને ૧,૦૪૩ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ ૩૮,૫૩,૪૦૭ કેસ નોંધાયા છે. જેમાંથી ૮,૧૫,૫૩૮ એકિટવ કેસ છે. જયારે અત્યાર સુધીમાં ૨૯,૭૦,૪૯૩ કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ ૬૭,૩૭૬ લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્ર રાજય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં ૧૭,૪૩૩ નવા કેસ નોંધાયા છે અને ૨૯૨ લોકોના મોત થયા છે. જયારે ૧૩,૯૫૯ લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજયમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૮,૨૫,૭૩૯ થઈ ગયો છે. તેમાંથી ૨,૦૨,૦૪૮ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૨૫,૧૯૫ લોકો મૃત્યુ પામ્યા છે અને ૫,૯૮,૪૯૬ લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજયમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧,૩૦૫ નવા કેસ નોંધાયા હતા અને ૧૨ લોકોના મોત થયા હતા. જયારે ૧,૧૪૧ દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજયમાં સંક્રમિતોનો આંકડો ૯૯,૦૫૦ થઈ ગયો છે. જેમાંથી ૧૫,૯૪૮ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૩,૦૪૬ લોકોના મોત થયા છે અને ૭૯,૯૨૯ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં બીજી સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના ૪,૫૫,૦૯,૩૮૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જયારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, બુધવારે ૧૧,૭૨,૧૭૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજયોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

દેશના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ

 મહારાષ્ટ્રઃ ૧૭,૪૩૩

 આંધ્રપ્રદેશઃ ૧૦,૩૯૨

 કર્ણાટકઃ ૯,૮૬૦

 તમિલનાડુઃ ૫,૯૯૦

 ઉત્ત્।રપ્રદેશઃ ૫,૭૧૬

 પુણેઃ ૩,૬૦૦

 આસામઃ ૩,૫૫૫

 બેંગ્લોરઃ ૩,૪૨૦

 ઓડિશાઃ ૩,૨૧૯

 પશ્ચિમ બંગાળઃ૨,૯૭૬

 તેલંગાણાઃ ૨,૮૯૨

 દિલ્હીઃ ૨,૫૦૯

 બિહારઃ ૧,૯૬૯

 છત્ત્।ીસગઢઃ ૧,૯૧૬

 થાણેઃ ૧,૮૬૦

 હરિયાણાઃ ૧,૭૯૨

 મુંબઇઃ ૧,૬૨૨

 કેરળઃ ૧,૫૪૭

 પંજાબઃ ૧,૫૧૪

 રાજસ્થાનઃ ૧,૫૧૧

 મધ્યપ્રદેશઃ ૧,૪૨૪

 ગુજરાતઃ ૧,૩૦૫

 ઝારખંડઃ ૧,૦૨૭

 ઉત્ત્।રાખંડઃ ૮૩૬

 જમ્મુ-કાશ્મીરઃ ૬૪૧

 ગોવાઃ ૬૩૬

 ત્રિપુરાઃ ૫૮૮

 પુડ્ડુચેરીઃ ૩૯૭

 ચંડીગઢઃ ૨૩૯

 હિમાચલ પ્રદેશઃ૧૬૧

 અરુણાચલ પ્રદેશઃ ૧૪૮

 મણિપુરઃ ૧૨૫

 મેઘાલયઃ ૭૭

 લદાખઃ ૫૨

(3:46 pm IST)