Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાજકોટમાં કોરોનાની ફીફટી : આજે બપોરે 12 સુધીમાં નવા 52 કેસ નોંધાયા : કુલ ૩૪૩૫ કેસઃ વધુ ૩૩ દર્દી સાજા

આજ સુધીમાં ૧૭૨૩ દર્દી ડિસ્ચાર્જ થયાઃ રિકવરી રેઇટ ૫૦.૭૮ ટકાઃ કુલ ૭૧૪૪૪ ટેસ્ટ કરવામાં આવ્યા

રાજકોટ તા.૩: કોરોના મહામારી સાથે તંત્રો સતત લડી રહ્યા છે. પરંતુ રોજબરોજ નવા કેસ સામે આવતા જ રહે છે. પરમ દિવસે રેકોર્ડ બ્રેક ૮૪ કેસ નોંધાયા હતા અને ગઇકાલે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૫ પોઝિટિવ કેસ મળી આવતાં ૪૩ કલાકમાં ૧૨૯ કેસ નવા કેસ સામે આવ્યા હતાં. ત્યાં આજે બપોરે કોરોનાએ ફીફટી ફટકારી છે. આજના બાવન નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો વધુ ૩૨ દર્દીઓ સાજા પણ થયા છે.

નવા નોધાયેલા દર્દીઓની સારવાર તથા તેના સંપર્કમાંં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  નવા ૫૨ (બાવન)  કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૪૪૫ પોઝિટિવ  કેસ નોંધાઇ ચુકયા છે. તે પૈકી ૧૭૨૩ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૦.૭૮ ટકા રિકવરી રેટ થયો છે.

નોંધનીય છે કે  છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ મહિનાથી આજ દિન સુધીમાં ૭૧૪૪૪  ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેઇટ ૪.૭૪ નોંધાયો છે.

(3:48 pm IST)