Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

16 હજાર લોકોની ક્રુરતાથી હત્યા કરનાર ખમેર રૂઝના સમયનો જેલર ડચ આખરે મોતને ભેટ્યો

તાનાશાહ ખમેર રૂઝના કહેવા પર કિયાંગે ક્રૂરતાની બધી હદ પાર કરી હતી

નવી દિલ્હી: તાનાશાહ ખમેર રૂઝના શાસનકાળમાં 16 હજાર કંબોડિયાઈ નાગરિકોને ક્રૂરતા બાદ હત્યા કરી દેનારા પૂર્વ જેલર કિયાંગ ગુયેક ઇઆવનું 77 વર્ષની ઉંમરે નિધન  થયું છે આજીવન જેલની સજા કાપી રહેલા કિયાંગને શ્વાસ લેવામાં તકલીફ થયા પછી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 1970ના દાયકામાં કિયાંગ કંબોડિયાના તાનાશાહ ખમેર રૂઝનો પ્રમુખ જેલર હતો. તાનાશાહ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર કેદીને તે જેલમાં અત્યાચાર ગુજારી મારી નાંખતો હતો.16 હજાર લોકોની હત્યા અને તાનાશાહ ખમેર રૂઝનો સાથ આપવાના કારણે કિયાંગ (Kiang Nguyak Iaw)ને યુદ્ધ અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો. કિયાંગને ડચના નામથી પણ ઓળખવામાં આવે છે.

1970ના દાયકામાં જ્યારે લોકોએ ખમેર રૂઝ વિરુદ્ધ બળવો કર્યો હતો તાનાશાહ કહેવા પર કિયાંગે ક્રૂરતાની બધી હદ પાર કરી દીધી હતી. યુદ્ધમાં લગભગ 17 લાખ લોકોના મોત થયા હતા. બળવા માટે મોટાભાગના લોકોને ક્રૂરતાથી મારી નાંખવામાં આવ્યા હતા. મોતના આ આંકડા કંબોડિયની કુલ વસ્તીના લગભગ 25 ટકા હતા.અત્યાચાર ગુજારી 16 હજાર લોકોનો જીવ લેનાર પૂર્વ જેલર કિયાંગ (Kiang Nguyak Iaw)ને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત ન્યાયાધિકરણે વર્ષ 2009માં થયેલી સુનાવણી પછી જેલની સજા સંભળાવી હતી. જેલમાં જ શ્વાસ લેવામાં તકલીફ થયા પછી તેને કંબોડિયન સોવિયત ફ્રેન્ડશિપ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનુ મૃત્યુ થઇ ગયું

વર્ષ 2009માં જેલની સજા મળ્યા પછી વર્ષ 2013માં કિયાંગને કંદાલ પ્રાંતની જેલમાં ખસેડાયો હતો, જ્યાં તેની તબિયત લથડી હતી.2010માં કિયાંગ (ડચ) સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત ટ્રિબ્યૂનલ દ્વારા ખમેર રૂઝ (Khmer Rouge)ના શાસનકાળનો દોષિત એવો પ્રથમ વરિષ્ઠ ઓફિસર હતો. પાટનગર નોમ પેન્હમાં ટ્રિબ્યૂનલના એક પ્રવક્તાએ કોઇ પણ કારણ જણાવ્યાં વિના તેની મોતની માહિતી આપી અને જણાવ્યું કે તે લાંબા સમયથી બિમાર હતો.

(9:00 pm IST)