Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જો થઇ છે ને… કોરોના મહામારીથી બચવા લોકોએ N95 માસ્‍ક ખરીદવા લાખો રૂપીયા ખર્ચી નાખ્‍યાઃ કંપનીઓએ કરોડો રૂપીયાનો વેપાર કર્યા પછી હવે બહાર આવ્‍યું કે N95 માસ્‍ક કોરોનાને રોકી શકતો નથી

ભારતીય અમેરીકન રિસર્ચ સંશોધન કર્યા બાદ આપી ચેતવણી

ફલોરીડાઃ વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા સમગ્ર વિશ્વમાં સૌથી વધુ નજરે એમ-૯પ માસ્‍ક પર પડી હતી અનેક લોકોએ એમ-૯પ માસ્‍ક ખરીદયા હતા. માસ્‍ક બનાવનાર કંપનીઓ પણ માલામાલ થઇ ગયેલ છે.

N૯૫ માસ્‍ક પર થયેલા એક રિસર્ચનું પરિણામ હવે સામે આવ્યું છે. ભારતીય-અમેરિકન રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી છે કે એક્સહેલેશન વાલ્વ વાળા માસ્ક સાથે ફેસ શીલ્ડ પહેર્યા બાદ પણ કોરોનાની ઝપેટમાં સરળતાથી આવી શકાય છે. જો કોરોનાથી સંક્રમિત કોઇ વ્યક્તિ ખાંસે તો તેના ટીપામાંથી નીકળતો કોરોના વાયરસ ફેસ શીલ્ડની દિવાલોમાં ફરતો રહે છે.

ફ્લોરિડા અટલાંટિક યુનિવર્સિટી (એફેયૂ)માં સીટેકના ડાયરેક્ટર, પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઑફ ચેર મનહર ધનક કહે છે, સમયની સાથે ડ્રોપલેટ્સ સામે અને પાછળની તરફ બંને દિશાઓમાં ઘણા મોટા પ્રમાણમાં ફેલાય છે. જો કે સમયની સાથે તેની અસર પણ ઓછી થઇ જાય છે.

Coronaના ડ્રોપલેટ્સ રીતે ફેલાય છે

રિસર્ચના મુખ્ય લેખક સિદ્ધાર્થ વર્મા છે, જેની સાથે મળીને પ્રોફેસર ધનકે તેનું સહ-લેખન કર્યુ છે. તેના કામમાં જૉન ફ્રેંકફીલ્ડ પણ સાથે રહ્યાં છે, જે એફએયુના ડિપાર્ટમેન્ટ ઑફ ઓશન એન્ડ મેકેનિકલ એન્જિનિયરિંગના ટેક્નીકલ વિશેષજ્ઞ છે. ધનક આગળ જણાવે છે કે અમે તે જોઇ શક્યા છીએ કે શીલ્ડની મદદથી ડ્રોપલેટ્સને સામેથી ચહેરા પર પડવાથી તો રોકી શકાય છે પરંતુ હવામાં ફેલાયેલા ડ્રોપલેટ્સ શીલ્ડની દિવાલમાં પડવાની સાથે અહીં-તહીં ફેલાઇ જાય છે.

 

Coronaથી બચલા પહેરવામાં આવતા એન-95 માસ્ક વિશે જણાવવામાં આવ્યું કે

ફિઝિક્સ ઓફ ફ્લુઈડ્સ એકેડેમિક જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં એન-95 માસ્ક વિશે જણાવવામાં આવ્યું છે કે તેમાં હાજર એક્સહેલેશન વાલ્વની મદદથી મોટી સંખ્યામાં ડ્રોપલેટ્સ તેમાં થઈને તમારી સુધી પહોંચી શકે છે. શોધ માટે રિસર્ચરોએ પ્રયોગશાળામાં એક લેઝર લાઈટ શીટ અને ડ્રોપલેટ્સના રૂપમાં ડિસ્ટિલ્ડ વોટર અને ગ્લિસરીનનો ઉપયોગ કરતા પ્રયોગ કર્યો અને જાણવા મળ્યું કે ખાંસવા અથવા છીંકતા સમયે નિકળતા ડ્રોપલેટ્સ સપાટી પર વ્યાપક રીતે ફેલાય છે.

કુલ મળીને સ્પષ્ટ છે કે ફેસ શીલ્ડ અને એન -975 માસ્ક મળીને પણ કોરોનાને રોકવાની દિશામાં કારગર નથી. એવામાં વગર વાલ્વ વાળા સામાન્ય માસ્કનો ઉપયોગ વાયરસથી બચવા માટે કરવામાં આવી શકે છે.

(10:18 pm IST)