Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પબજીની લતે યુવકનો જીવ લીધોઃ ગળા ફાંસો ખાઇ આપઘાત

પશ્ચિમ બંગાળની ઘટના

કોલકતા : કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન ગેમ પબજી ઉપર પ્રતિબંધ લાદતા તેની અસર દેખાય છે. પશ્ચિમ બંગાળમાં નાદીયા જીલ્લામાં પબજી ગેમની લતે ચડેલ ર૧ વર્ષીય યુવકે આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ આઇટીઆઇ વિદ્યાર્થી પ્રીતમ હલદરે ચકદાહ પોલીસસ્ટેશનની હદમાં આવેલ પુરબા લાલપુર સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરેલ. માતા રત્નાએ જણાવેલ કે શુક્રવારે નાસ્તો કર્યા બાદ પુત્ર હલદર પોતાના રૂમમાં ચાલ્યો  ગયેલ. બપોરે જયારે જમવા માટે તે બોલાવા ગઇ ત્યારે બારણુ અંદર બંધ હતુ. ખુબ જ ખખડાવ્યા બાદ પણ બારણુ ન ખુલતા પાડોશીઓની મદદથી દરવાજો તોડતા હલદર પંખામાં લટકતો મળેલ.

હલદરની માતા રત્નાએ જણાવેલ કે પબજી ન રમી શકવાને કારણે તે નાસી પાસ હતો, પોલીસ કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

(3:18 pm IST)