Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સેન્સેક્સમાં ૬૦, નિફ્ટીમાં ૨૧ પોઈન્ટનો સાધારણ ઊછાળો

બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ભારે અફરા તફરી : ટીસીએસ, એચડીએફસી, નેસ્લે ઇન્ડિયા, એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ્સ તેમજ આઈટીસીના શેરોમાં પણ તેજી

મુંબઈ, તા. : વૈશ્વિક બજારોના મિશ્ર સંકેત અને સ્થાનિક બજારમાં વધઘટભર્યા કારોબારમાં બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) નો સેન્સેક્સ ૬૦ પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નો નિફ્ટી ૧૧,૩૫૫.૦૫ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

કારોબાર દરમિયાન બીએસઈ સેન્સેક્સ ૪૫૯.૧૮ પોઇન્ટની રેન્જ ચડ ઊતર થયો હતો. અંતે, તે પાછલા દિવસની સરખામણીએ ૬૦.૦૫ પોઇન્ટ એટલે કે .૧૬ ટકાના વધારા સાથે ૩૮,૪૧૭.૨૩ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. રીતે એનએસઈનો એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ ૨૧.૨૦ પોઇન્ટ એટલે કે .૧૯ ટકા વધીને ૧૧,૩૫૫.૦૫ પોઇન્ટ પર બંધ થયો હતો..

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ) સૌથી વધુ ટકા વૃદ્ધિ નોંધાવી છે. ટીસીએસ, આઈટીસી, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી, એચસીએલ ટેક અને નેસ્લે ઇન્ડિયા પણ શેરના ભાવમાં લાભમાં રહ્યા હતા. તેનાથી વિપરીત, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, અલ્ટ્રા ટેક સિમેન્ટ અને ઓએનજીસીના શેરના ભાવમાં ઘટાડો હતો. આનંદ રાઠીના ઇક્વિટી રિસર્ચ વડા નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે બજારમાં કારોબારની શરૂઆત મિશ્ર અભિગમથી થઈ છે. એશિયન બજારોના નબળા વલણ સાથે, યુએસ-ચીન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ પણ પોતાનો હાથ પાછા ખેંચ્યા છે. એશિયન બજારોમાં શાંઘાઇ, હોંગકોંગ અને ટોક્યો બજારોમાં નુકસાન જોવા મળ્યું હતું, જ્યારે સિઓલ શેર બજારો લાભ સાથે બંધ થયું છે. યુરોપિયન બજારો શરૂઆતમાં સકારાત્મક વલણથી શરૂ થયા હતા, જ્યારે યુએસ બજારો બંધ હતા. બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ .૭૩ ટકા ઘટીને  ૪૧.૯૧ પ્રતિ બેરલ ચાલી રહ્યું હતું. વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૨૧ પૈસા તૂટીને ૭૩.૩૫ રૂપિયા પર બંધ રહ્યો છે.

(7:06 pm IST)