Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાધાકૃષ્ણનગરમાં ઓરડીમાંથી દારૂની પાંચ બોટલ સાથે ઇમ્તીયાઝ ઉર્ફે પીન્ટુ ઝડપાયો

મોટામવા પાસેથી જય કોટડીયા દારૂની ૪ બોટલ સાથે ઝડપાયો

રાજકોટ તા. ૩ : શહેરના કોઠારીયા રોડ પર રાધાકૃષ્ણનગરમાં આવેલી ઓરડીમાંથી દારૂની પાંચ બોટલ સાથે મુસ્લિમ શખ્સને ભકિતનગર પોલીસે અને મોટામવા પાસેથી તાલુકા પોલીસે દારૂની ચાર બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા અને વાલજીભાઇ બેલીમ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રાધાકૃષ્ણનગર શેરી નં. ૮માં ઓરડીમાં દરોડો પાડી દારૂની પાંચ બોટલ સાથે ઇમ્તીયાઝ ઉર્ફે પીન્ટુ ગુલાબભાઇ બેલીમ (ઉ.૩૯) (રહે. રાધાકૃષ્ણનગર શેરી નં. ૮માં ઓરડીમાં ભાડે)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં કાલાવડ રોડ મોટામવા પાસે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા અને જેન્તીગીરી ગૌસ્વામી સહિતે દરોડો પાડી રૂ. ૧૬૦૦ની કિંમતની દારૂની ચાર બોટલ સાથે જય ધીરજભાઇ કોટડીયા (ઉ.વ.૨૩) (રહે. કાલાવડ રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ લાખાભાઇના મકાનમાં)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:42 pm IST)