Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

હોમ કોરોન્ટાઇન હોવા છતાં ઘરની બહાર નીકળનારા ત્રણ સહિત આઠ દંડાયા

રાજકોટ તા.૩ : શહેરમાં કોરોના મહામારી પગલે જાહેર કરાયેલા જાહેરનામા અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં કેટલાક લોકોને  બિનજરૂરી બહાર આંટા ફેરા કરવા માટે નીકળી પડે છે. જેમાં ગઇકાલે હોમ કોરોન્ટાઇન કરાયેલા ત્રણ તથા દુકાન અને ચા ની હોટલ બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનારા વેપારીઓ સહિત આઠ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

થોરાળા પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન શકિત સોસાયટીમાંથી જયવંત લાલજીભાઇ વ્યાસ, તથા ભકિતનગર પોલીસે કેનાલ  રોડ પર ખેતલાઆપા ટી સ્ટોલ મોડી રાત્રે ખુલ્લો રાખી આઠ ગ્રાહકોને એકઠા કરનાર નારણભાઇ સાંગાભાઇ સિંધવ તથા પ્ર.નગર પોલીસે સદર બજાર પાસેથી રીક્ષામાં વધુ મુસાફરોને બેસાડીને નિકળતા મહંમદ હુેશેન અબ્દુલ રઝાકભાઇ મેમણ, તથા યુનિવર્સિટી પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાંથી કમલેશ ગોપાલભાઇ પાડલીયા ભગતસિંહ ગાર્ડન પાસેથી નકલંક હોટલ બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનાર મુન્નો ઉર્ફે જીલા સવાભાઇ સીલોડીયા, તથા તાલુકા પોલીસે મવડી નંદનવન રેસીડેન્સી ૩ બી ૩રમાં હોમ કોરોન્ટાઇન હોવા છતા ઘરની બહાર નીકળનાર જયેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી, ઁમવડી ૪૦ ફૂટ રોડ મુરલીધર શેરી નં.૧ ના અનિલ દામજીભાઇ કારેલીયા, સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર આસોપાલવ શિલ્પન રીગીલીયા બંગલોઝ એ-પ૯ના મહેન્દ્રભાઇ નાનુભાઇ તારપરાને પકડી લીધા હતા.

(2:45 pm IST)