Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

માસ્ક વગરનાને સિવિલ હોસ્પિટલના ગેઇટ પર જ અટકાવાશે : મહત્વના પોઇન્ટ પર સીસીટીવી કેમેરા

એન્ટ્રી ગેઇટ પર ટ્રાફિકને અડચણરૂપ વાહનો હટાવવા ખાસ ઝુંબેશઃ સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરાવાશે :ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે એડી. સુપ્રિ. ડો. મુકેશ પટેલ અને પીઆઇ એલ. એલ. ચાવડા સાથે બેઠક યોજી મહત્વના નિર્ણયો લીધા :કોવિડ સેન્ટરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત :કારણ વગર લોકો આટાફેરા ન કરે અને આવારા તત્વો અડ્ડો ન જમાવે તે માટે પોલીસ-સિકયુરીટી ખાસ નજર રાખશે

રાજકોટ તા. ૩: નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ને અનુલક્ષીને રાજકોટ શહેર સિવીલ હોસ્પીટલ ખાતે કોવીડ સેન્ટર કાર્યરત હોઇ જે તેની સુરક્ષા વ્યવ્સથા તથા અન્ય જરૂરી મુદાઓ બાબતે નાયબ પોલીસ કમિશ્નરમનોહરસિહ જાડેજા દ્રારા સિવીલ હોસ્પીટલના એડી.સુપ્રીટેન્ડેન્ટ ડો. મુકેશ પટેલ તથા પ્ર.નગર પોલીસ ઇન્સ્પેકટર એલ.એલ.ચાવડા સાથે આજે પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે ખાતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જે મુજબ માસ્ક વગરના લોકોને સિવિલ હોસ્પિટલના પ્રવેશ દ્વારે જ અટકાવી દેવામાં આવશે. કોવિડ તથા આસપાસના અન્ય પાર્કિંગ અને મહત્વના પોઇન્ટ પર વધારાના નવા સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવશે. 

કોવીડ સેન્ટર ખાતે પોલીસ અધિકારીઓ,  પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ફાળવવામાં આવ્યા છે. તેમા કોવીડ સેન્ટર ખાતે યોગ્ય બંદોબસ્ત જળવાય રહે તે માટે વધુ પોલીસની જરૂરીયાત છે કે કેમ તે પણ ચર્ચા કરવામાં આવી છે. તેમજ સિવીલ હોસ્પીટલ ખાતે વધુ પડતો ટ્રાફિક રહેતો હોઇ આ વ્યવસ્થા સારી રીતે જળવાય રહે તે માટે સિવીલ હોસ્પીટલમાં સાઇન બોર્ડ મુકવા માટેની ધટીત કાર્યવાહી કરાવવા એડી.સુપીટેન્ડેન્ટ ડો. પટેલને જણાવાયું હતું.

હોસ્પીટલમાં વધુ પડતા માણસો ભેગા થતા હોય છે. જે ન થાય તે માટે ખ્યાલ રખાશે તેમજ દરેક  દર્દીના સગા સંબંધીઓ માટે પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. તે પાસમાં કેટલા વ્યકતીને એન્ટ્રી મળશે તે અંગેની તમામ વિગત  દર્શાવવામાં આવશે. તેમજ હોસ્પીટલમાં ખોટી રીતે આટા મારતા લોકોને પોલીસ તથા સિવીલ હોસ્પીટલ સિકયુરીટ સ્ટાફ દ્રારા શોધી કાઢી બહાર મોકલી દેવામાં આવશે. પાસ સિસ્ટમ લાગુ કરવાથી સિવીલ હોસ્પીટલમાં આવરા તત્વો દ્રારા વાહન ચોરી,ખીસ્સા કાપવા જેવા બનાવો બનતા અટકાવવામાં પણ સફળતા મળશે.

તેમજ સિવીલ હોસ્પીટલના પાર્કિંગ તથા અન્ય મહત્વના પોઇન્ટો ઉપર આધુનીક CCTV કેમેરા લગાડવા માટે પોઇન્ટો નકકી કરી ધટીત કાર્યવાહી કરવા માટે પણ ચર્ચા કરવામાં આવેલ હતી.તેમજ હોસ્પીટલના એન્ટ્રી ગેઇટો ઉપર ટ્રાફિક અડચણ વાહનોને હટાવવા માટે ખાશ જુબેશ શરૂ કરવામાં આવશે અને મેડીકલ ઇમરજન્સી વાહનો અડચણ વિના પ્રવેશ થઇ શકે તે માટે કાર્યવાહી થશે.

કોવીડ સેન્ટર સુરક્ષા બાબતે અગાઉ પણ સિવીલ સુપ્રીન્ટેન્ડટ સાથે મીટીંગ કરવામાં આવેલ હતી અને તે બાબતે ફોલઅપ પણ લેવામાં આવેલ છે. સિવીલ હોસ્પીટલ ખાતે કાર્યરત કોવીડ સેન્ટર સુરક્ષા તથા અહિ આવતા દર્દીઓ તથા સગા સંબંધીઓ સોશિયલ ડિસ્ટન્સનુ ચુસ્તપણે પાલન કરે તે બાબતે તકેદારી રખાવવી અને માસ્ક ન પહેરલ હોય તેવી વ્યકતીઓને એન્ટ્રી ગેઇટ ઉપરથી જ  હોસ્પીટલમાં એન્ટ્રી ન મળે તે માટે ગેઇટ ઉપર સિકયુરીટીના માણસો રાખવા સહિતની બાબતોનો નિર્ણય લઇ આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ડો. મુકેશ પટેલને જણાવ્યું હતું. નોંધનીય છે કે પીઆઇ એલ. એલ. ચાવડા ઓચીંતા જ ટીમોને મોકલી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ચેકીંગ કરાવતાં રહે છે.

(3:54 pm IST)