Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

દક્ષાબેન ભેસાણીયા અને તેના પતિ અરવિંદભાઇ ભેસાણીયા છેલ્લા બે વર્ષથી પાર્ટીમાં નિષ્ક્રીય હતા : અરવિંદ રૈયાણી

રાજકોટ, તા. ૩ :  વિધાનસભા-૬૮ના ધારાસભ્ય અને મહાનગરપાલિકાના વોર્ડ નં. પના કોર્પોરેટર અરવિંદ રૈયાણીએ અખબારી યાદીના માધ્યમથી જણાવ્યું હતું કે વોર્ડ નં. પ ના વિવાદીત કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા અને તેના પતિ અરવિંદભાઇ ભેસાણીયા કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે માત્ર ને માત્ર ચૂંટણીને લક્ષમાં રાખી અને ફરી કોંગ્રેસમાંથી કોર્પોરેટર બનવાના અભરખા પુરા કરવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દક્ષાબેન ભેસાણીયા વોર્ડ નં.પ માંથી ભાજપા કોર્પોેટર તરીકે ચૂંટાયા બાદ તરત જ પાર્ટીના અને વોર્ડના સંકલન વિરૂધ્ધની પ્રવૃત્તિઓ આચરવામાં આવી હતી, જેમાં ખાસ કરી વોર્ડના વિકાસ કામોમાં દક્ષાબેનના પતિ અરવિંદભાઇ ભેસાણીયાની સતત દખલગીરીના કારણે વિકાસ કામોમાં અવરોધ ઉભો કરવામાં આવતો હતો. વોર્ડમાં મોટો વિવાદ સર્જી પાર્ટીમાંથી રાજીનામુ઼ આપવાનું પણ નાટક કર્યુ હતંુ. કૃત્ય આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા પણ અવારનવાર ગેરશીસ્ત અંગે સુચના આપવામાં આવી હતી. આગામી સમયમાં આવનાર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દક્ષાબેન ભેસાણીયાને ફરી પાર્ટીમાંથી ટિકિટ ન મળે તેવો ભય દેખાતા કોંગ્રેસમાં જોડાયા હોય તેમ શ્રી રૈયાણીએ અંતમાં જણાવ્યું છે.

(3:57 pm IST)