Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ઇન્દ્રનિલ રાજયગુરૂની ઘરવાપસી જરૂર થશે : હાર્દિક પટેલ

રાજકોટ : આજે યોજાયેલ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ઇન્દ્રનિલ રાજયગુરૂ કયારે કોંગ્રેસમાં જોડાશે ? તેવા સવાલના જવાબમાં જણાવેલ કે, કોંગ્રેસ સાથે હવે અનેક રાજકીય આગવાનો જોડાઇ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજયગુરૂ પણ અગાઉ કોંગ્રેસમાં ઘરવાપસીની જાહેરાત કરી ચૂકયા છે તેથી હવે ટુંક સમયમાં તેઓ પણ કોંગ્રેસમાં પૂરા માન-સન્માન સાથે જોડાશે.

(3:58 pm IST)