Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અવધના ઢાળીયા પાસે યુવતિ પર મિત્ર નૈમિષ અને કુટુંબી સગા હિતેષનો ગેંગરેપઃ સગીરની મદદગારી

મિત્ર નૈમિષ રાઠોડે હાથ ઉછીના રૂ. ૪૦૦ લઇ જવા રોડ પર બોલાવી બાદમાં રિક્ષામાં બેસાડી કાલાવડ રોડ પર ઢાળીયા પાસે લઇ ગયોઃ તેણે બળજબરી કર્યા બાદ યુવતિના સગામાં થતાં હિતેષ રાઠોડે આવી બબ્બે વખત મોઢુ કાળુ કર્યુઃ હિતેષને સગીરે બોલાવ્યો હતોઃ ત્રણેય સકંજામાં: યુવતિ આજીજી કરતી રહી, ના પાડતી રહી પણ હવસખોરો સમજ્યા નહિઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યોઃ આગળની તપાસ મહિલા પોલીસને સોંપાઇ

રાજકોટ તા. ૨૯: શહેરની એક યુવતિને રૂ. ૪૦૦ પોતાના મિત્ર પાસેથી હાથ ઉછીના માંગવાનું મોંઘુ પડ્યું હતું. જેના પર પોતે ભરોસો કરતી એ મિત્રએ રોડ પર આવી પૈસા લઇ જવાનું કહી બાદમાં રિક્ષામાં બેસાડી અવધના ઢાળ નજીક લઇ જઇ રિક્ષાની પાછલી સીટ કાઢી તેના પર સુવડાવી બળાત્કાર ગુજારતાં અને બાદમાં આ યુવતિના કોૈટુંબીક સગા એવા શખ્સે પણ બૂલેટ પર આવી તેણે બે વાર દૂષ્કર્મ આચરતાં આ બંને તથા રિક્ષામાં સાથે આવેલા સગીર વિરૂધ્ધ  પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી ત્રણેયને સકંજામાં લીધા છે. સાત દિવસ પહેલાની ઘટનામાં યુવતિ ધમકીથી ગભરાઇ ગઇ હોઇ હવે ફરિયાદ કરી છે.

આ બનાવમાં પોલીસે ભોગ બનેલી પુખ્ત વયની યુવતિની ફરિયાદ પરથી કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે આવેલી આંબેડકરનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં નૈમિષ પ્રવિણભાઇ સોલંકી,  હિતેષ મુકેશભાઇ રાઠોડ અને એક સગીર વિરૂધ્ધ આઇપીસી ૩૭૬ (ડી), ૫૦૬ (૨) મુજબ ગેંગરેપનો ગુનો નોંધી ત્રણેયને સકંજામાં લીધા છે.

ભોગ બનના યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદમાં વિતક વર્ણવતા લખાવ્યું છે કે હું પિતા સાથે રહુ છું. માતા હયાત નથી. હું પ્રાઇવેટ નોકરી કરુ છું. ૨૨/૨ના રાતે નવેક વાગ્યે મારે પૈસાની જરૂર હોઇ મારા મિત્ર નૈમિષ પ્રવિણભાઇ સોલંકીને અગાઉ વાત કરી હોઇ જેથી તેને ફોન કરી મેં પૈસામ ાંગ્યા હતાં. મારે તેની પાસેથી રૂ. ૪૦૦ હાથ ઉછીના લેવાના હતાં. તેણે મને પૈસા લેવા માટે પોતે જ્યાં રહે છે એ કવાર્ટરના ચોકમાં રોડ પર આવી જવા અને પોતે રિક્ષામાં બેઠો હોવાનું કહ્યું હતું. આથી હું ત્યાં જતાં રિક્ષામાં નૈમિષ સાથે બીજો એક શખ્સ પરિમલ સોલંકી પણ હતો. નૈમિષે કહેલુ કે તું રિક્ષામાં બેસી જા, આગળ જઇને પૈસા આપુ છું. આથી હું બેસી ગઇ હતી.

એ પછી રિક્ષા આસપાસના રોડ પર ફેરવી હતી અને ત્યારબાદ ઢોળા તરફ લઇ જવાઇ હતી. ત્યારે કેટલા વાગ્યા એ ખબર નથી. નૈમિષ રિક્ષાની પાછળની સીટ કાઢી મને ઢોળા પર લઇ ગયો હતો. ત્યાં બળજબરીથી સુવડાવી મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી મને ફરીથી રિક્ષા પાસે લાવ્યો હતો. ત્યારબાદ પરિમલે મારા કોૈટુંબીક સગા હિતેષ મુકેશભાઇ રાઠોડને ફોન કરીને બોલાવતાં તે બૂલેટ લઇને આવ્યો હતો. તે પણ રિક્ષાની પાછળની સીટ કાઢી મને ઢોળા પર લઇ ગયો હતો અને તેણે પણ બળાત્કાર ગુજાર્યો હતો. હું આજીજી કરતી હતી અને ના પાડતી હતી છતાં તે માન્યો નહોતો. મારની બીકે હું કંઇ બોલી શકી નહોતી. મને ભય હતો કે આ લોકો મારી સાથે બીજુ કંઇ કરી નાંખશે જેથી હું કંઇ બોલી નહોતી.

ત્યારબાદ હિતેષે મને બીજીવાર બળજબરીથી ઢોળા પર લઇ ગયો હતો અને ત્યાં પુઠા પડ્યા હોઇ તે પાથરીને તેના પર સુવડાવી બળજબરી કરી હતી. ફરીથી હિતેષ મને રિક્ષા રાખી હતી ત્યાં લાવ્યો હતો. પરંતુ ત્યારે નૈમિષ રિક્ષા લઇને જતો રહ્યો હતો. પરિમલ ત્યાં હાજર હતો. પછી મને હિતેષ અને પરિમલ બૂલેટમાં બેસાડી જ્યાંથી હું રિક્ષામાં બેઠી હતી ત્યાં ઉતારી ગયા હતાં. તેમજ આ લોકોએ મને જો કોઇને વાત કરી તો સારાવટ નહિ રહે, અમે માથાભારે છીએ...તેવી ધમકી આપી હોઇ હું ખુબ ડરી ગઇ હતી. રાત્રીના ઘરે પહોંચી ત્યારે અગિયાર વાગી ગયા હતાં. હું સુઇ ગઇ હતી અને કોઇને વાત કરી નહોતી.

દરમિયાન બે દિવસ પહેલા મેં મારા બીજા મિત્ર શૈલેષ સોઢાને આખા બનાવની વાત કરીહ તી. તેમજ મારા ભાઇને પણ જાણ કરી હતી. અંતે ફરિયાદ નોંધાવવાનું અમારા પરિવારજનોએ નક્કી કર્યુ હતું અને અમે પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી.  યુનિવર્સિટી પીઆઇ આર. એસ. ઠાકર અને ગિરીરાજસિંહે એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં ગુનો દાખલ કરી આરોપીઓને સકંજામાં લઇ મહિલા પોલીસને સોંપતા પીઆઇ એસ. આર. પટેલ અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:18 am IST)