Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સુરેન્દ્રનગરમાં ત્રણ વાહન ચોરીનો તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર : સીટી એ. ડીવી. પો. સ્ટે. ફ. ગુ. ર. નં. ૧૧૩પ/ર૦ર૦ આઇ. પી. સી. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ગયેલ સ્પ્લેન્ડર પ્લસ મો. સા. નં. જીજે-૦૩-સીજે ૭૯૯૮ તથા સુરેન્દ્રનગર સીટી એ. ડીવી. પો. સ્ટે. ફ. ગુ. ર. નં. ૧૧૩ર-ર૦ર૦ આઇ. પી. સી. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે  ગયેલ સી. એન. જી. રીક્ષા જેના રજી. નં. જીજે ૧૩ એવી ૩૦૧૬ ના બંને ચોરીના વાહનો સાથે સુરજભાઇ ઉર્ફે કાળીનો એકો પ્રકાશભાઇગીરી બાવાજી ઉ.ર૧ ધંધો મજૂરી વડનગર અંબેમાના મંદિરની આગળની શેરીમાં, સુરેન્દ્રનગરવાળો મળી આવેલ અને મજકૂર ઇસમની સદરહુ ચોરીમાં ગયેલ મુદામાલ બાબતે પુછપરછ કરતા મજકૂર સદરહુ મુદામાલ રજૂ કરતા જેમાં(૧) એક કાળા કલરનું સિલ્વર પટ્ટાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો. સા. રજી. નંબર વગર જોવામાં આવેલ જે મો. સા. ના એ. નં. ૧૦-ઇએ-૮૯૧સી-૧૧૦૯૦ તથા ચે. નં. ૧૦ઇજી-૮૯૧-સી ૦૪પ૯૯ જેની કિ. રૂ. ર૦,૦૦૦ તથા (ર) એક પીળા - લીલા કલરની એન. જી. રીક્ષા જેની આગળ પાછળ રજી. નં. જોવામાં આવેલ નહિ જેથી સદરહુ રીક્ષા નં. એ. નં. એઝેડવાયડબલ્યુકેસી ૭૦ર૧ તથા ચે. નં. એમ.ડી. ર-એ-ર૭-એ.વાય.-૭-કે.ડબલ્યુ. સી. ૬૩૧૦૯ જે રીક્ષાની કિ. રૂ. ૧,૦૦,૦૦૦ તથા (૩) રીક્ષા પાસે બીજૂ નંબર વગરનું એક કાળા કલરનું સિલ્વર પટ્ટાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો. સા. રજી. નંબર વગર જોવામાં આવેલ જે મો. સા. ના એ. નં. ૦પ-એ-૧પ-ઇ-૩૦૬પર તથા ચે. નં. ૦પએ-૧૬-એફ. ૩૧૧૦૪ જેની કિ. રૂ. ર૦,૦૦૦ ગણી કુલ મુદામાલ કિ. રૂ. ૧,૪૦,૦૦૦ સાથે પકડી પાડી મજકૂર ઇસમને સી. આર. પી. સી. કલમ ૪૧(૧) ડી., ૧૦ર મુજબ ધોરણસર અટક કરી મજકૂર ઇસમને ચોરીના મો. સા. સાથે સુરેન્દ્રનગર સીટી એ. ડીવી. પો. સ્ટે. સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:41 am IST)