Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી

મોરબી :  મોરબી : ખેડૂત અગ્રણીઓએ કલેકટકરને ે પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ચોમાસું શરુ થયું ત્યારથી સતત ૭૫ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ખેતરમાં પાણી ભરાઈ રહેવા તેમજ સતત વાદળછાયા વાતાવરણથી ખેડૂતોના પાકોનું વાવેતર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે એક સાથે ૫ થી ૧૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે જેથી ખેતરો ધોવાઈ ગયા છે, પાળા ધોવાઈ ગયા છે જેથી જીલ્લામાં આવી પડેલી કુદરતી આપદાના કારણે જીલ્લામાં નાના, ગરીબ મજુર થી લઈને ખેડૂત અને વેપારીઓને નુકશાન થયું છે સૌથી વધારે ખેડૂતોની સ્થિતિ દયનીય છે જેથી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે જીલ્લા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર જોગવાઈ મુજબ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવી છે પરંતુ જીલ્લામાં સાર્વત્રિક નુકશાન થયું છે તે જોતા યોજના પુરતી નથી અને મોરબી જીલ્લા માટે ૧૦૦૦ કરોડનું સ્પેશ્યલ પેકેજ આપવામાં આવે જીલ્લાના એક એક ખેડૂતોને થયેલ પાક નુકશાનીની આકારણી કરી યોગ્ય વળતર અપાય, જમીન અને પાળા ધોવાણની આકારણી કરવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત મૃત્યુ પામેલા માલઢોરની ગણતરી કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છેઙ્ગઆવેદનપત્ર આપવામાં આવ્યું તે તસ્વીર. આવેદનપત્ર આપવામાં આવ્યું તે તસ્વીર.

(11:45 am IST)