Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જોડીયામાં લાખોના ખર્ચે નિર્માણ પામેલ ભુગર્ભ ગટર યોજનાનું 'બાળ મરણ' થયું!!

વર્ષોથી જોડીયાની શેરી મુખ્ય બજારમાં દુષિત પાણી વહે છે છતાં લોકો વેપારી ફરિયાદ કરવામાં શરમ અનુભવે છે : ભુગર્ભ ગટરના ત્રાસ પ્રશ્ને લોકો સ્થાનિક તંત્ર-ધારાસભ્યો-સાંસદો ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો ગ્રામ પંચાયતના પગથીયા ચડવામાં શરમ અનુભવે છે. : ભુગર્ભ ગટર પ્રશ્ન ઉકેલવામાં જિલ્લા અને તાલુકા વહિવટી તંત્ર એક બીજાને ખો આપે છે!!

(રમેશ ટાંક દ્વારા) જોડીયા તા. ૩: તાલુકા મથક જોડીયા ગામમાં સરકારશ્રીની સૌથી ખર્ચાળ વિકાસ યોજનામાં ભુગર્ભ ગટર યોજના છેલ્લા પાંચ વર્ષમાં બાળ મરણ પામેલ છે. ઢેર ઢેર છલકાતા ભુગર્ભ ગટરોના દુષિત પાણી શેરી વિસ્તારો અને મુખ્ય બજારોના માર્ગ અવિરત વહી રહ્યા છે.ભુગર્ભ ગટર બાબતે પ્રજામાં આક્રોશ અને વિરોધનો સુર જોવાઇ રહ્યો છે. પરંતુ સરપંચ સામે લોકો ''મિંયાની મિંડળી'' બનતાનું નાટક કરતા હોય છે. બિલાડીના ગળામાં ઘંટી કોણ બાંધે. કોઇ આંખે થવા માગતું નથી પાણી અને રેતી બાબત જન આંદોલન જોડીયાની પ્રજા કરી ચુકી છે. પરંતુ ભુગર્ભ ગટરશ  બાબત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પગથિયા ચડવામાં નામ નથી લેતા.

જયારે સરપંચના વિસ્તારમાં ભુગર્ભ ગટરનુંદ દુષિત પાણી રસ્તામાં વહી રહ્યું છે. ઉપરોકત વિસ્તારમાં રામવાડી, ગીતા મંદિર, નીલકંઠ મહાદેવ, જડેશ્વર મહાદેવના મંદિરો આવેલ છે. દેવ દર્શન માટે ભકતોને છલકતા દુષિત પાણીમાંથી પસાર થવું પડે છે.

સમગ્ર જોડીયાનો વિસ્તાર ભુગર્ભ ગટરના કારણે લોકો ત્રસ્ત છે. કુનડ, બાદનપર (જં.) અને લક્ષ્મીપરાના લોકોને જોડીયાઓના માટે બીજા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. ટુંકો રસ્તો જે ગામની નવી પંચાયત પાસે ભુગર્ભ ગટરનું દુષિત પાણી ફરી વળતા છ માસથી માર્ગ બંધ પડેલ છે. જોડીયાના ભુગર્ભ ગટરના નિકાલ બાબત સ્થાનિક તંત્ર, ધારાસભ્ય, સાંસદ, વગેરે વાકેફ હોવા છતાં પ્રશ્નોનો નિકાલ થતો નથી જયારે ગ્રામ પંચાયત અને જિલ્લા તંત્ર વચ્ચે ભુગર્ભ ગટરના નિકાલ બાબત એક બીજા ''ખો''માં ભુગર્ભ ગટર કાર્યરત છે. પરંતુ ત્યાં ભુગર્ભ ગટર લોકોને નડતર બનેલ નથી. કારણ ત્યા઼ ભ્રષ્ટાચાર મુકત વિકાસ દેખાઇ રહ્યો છે. જયારે આ બાબત જોડીયાના વિકાસમાં ભ્રષ્ટાચાર પ્રથમ સ્થાને છે વિકાસના સ્થાને વિનાશ ઢેર-ઢેર જોવાઇ રહ્યો છે. ''નાંચ ન જાને આંગન ટેઠી''ની કહેવત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત રાજયમાં સાર્થક કરી રહી છે.

(11:46 am IST)