Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પુર અસરગ્રસ્ત ઘેડ વિસ્તારની મુલાકાતે સાંસદ ધડુક

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૭: વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઘેડના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ ગઈકાલે રવિવારે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને કેશોદનાઙ્ગ ધારાસભ્ય દેવાભાઈ માલમે ભાજપના હોદેદારો પદાધિકારીઓ અને જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે કેશોદ તાલુકાના પુર અસરગ્રસ્ત ઘેડ વિસ્તારના પંદર ગામોનીઙ્ગ મુલાકાત લીધી હતી.

દશેક દિવસ પહેલાં કેશોદ તાલુકામાં અતિવૃષ્ટિને લઈને અને ઉપરવાસના વરસાદને લઈને ઘેડ પંથકના નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓઝતઙ્ગ અને સાબળી નદી પરનાં ડેમ ના દરવાજા ખોલવામાં આવતાઙ્ગ અને લાખો લીટર પાણી છોડવામાં આવતાં સમગ્ર ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાઈ જતાઙ્ગ તારાજી સર્જાઈ હતી. જેઙ્ગ દશ વરસ પહેલાની હોનારતની યાદ અપાવતી હોય તેમ ખેતરોના પાળા તુટતા ખેતરનાઙ્ગ ધોવાણ થતા ખેતરોમાં ઉભા પાક સાફ થઈ ગયેલ હતો.ખેડૂતો ને જાન માલની નુકસાની થયેલી છે તેમજ પાણીમાં ફસાઈ જવા ઉપરાંત જીવ ગુમાવવાનો વખત પણ આવ્યો હતો.ઙ્ગ

કેશોદના ઘેડ પંથકના મંગલપુર, જોનપુર, મઢડા, મુળીયાસા,બામણાસા, ઈન્દ્રાણા,બાલાગામ, પંચાળા, સુત્રેજ, ખીરસરા, અખોદડ, સરોડ, પાડોદર, ચાંદિગઢ અને હાંડલા સહિતના આ વિસ્તારોનાઙ્ગ ગામોના પ્રવાસ દરમ્યાનઙ્ગ સાંસદ ધડુક અને ધારાસભ્ય દેવાભાઈ માલમે અસરગ્રસ્તો અને ખેડુતોનેઙ્ગ શાંતિથી સાંભળી નુકશાનીની જાત માહિતી મેળવી સરકારમાંથી શકય તેટલી સહાય અપાવવાની અસરગ્રસ્તો અને ખડુતોને હૈયા ધારણા સાથે સાંત્વના આપી જરુર જણાય ત્યાં પ્રવાસમાં સાથે રહેલ અધિકારીઓને પણ ઘટતી કાયઙ્ખવાહી કરવા સુચના આપી હતી.

કેશોદ તાલુકામાં ૧૬૦ ટકાથી વધુ વરસાદ પડેલછે ત્યારે ઘેડ વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યા બાદ થયેલી સ્થિતિ અને વરસાદી આંકડા મુજબ કેશોદ વિસ્તારને અતિવૃષ્ટિ હેઠળ સમાવેશ કરવામાં આવે તો દરેક સમસ્યાનો આપોઆપ ઉકેલ આવી શકે એમ છે ત્યારે સતાધારી પક્ષના પ્રતિનિધિઓ આગેવાનો સરકારમાં સચોટ રજુઆત કરવામાં કેટલાં સક્ષમ રહેશે એતો આવનારો સમયજ કહેશે.

(1:25 pm IST)